રીબડામાં બુધવારે મોડી સાંજે બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર વાયરલ


  • Published By :
  • Published Date : 2022-12-22 12:13:05

રીબડા નજીક બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલીના વિડીયો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પટેલ અને ક્ષત્રિય સમાજના યુવાનો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વાતની જાણ રાજકોટ પોલીસને થતા SP અને DYSP સહિતનો મોટો પોલીસ કાફલો ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અને એકઠા થયેલા લોકોને વિખેરી મામલો શાંત પાડ્યો હતો. તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર રીબડા ગામે મોટી માથાકૂટ થયાના મેસેજ વાયરલ થયો હતો. રાજકોટ ગ્રામ્ય પોલીસ તરફથી જણાવામાં આવી રહ્યું છે કે મેસેજ વાયરલ થતાં રીબડા ચોકડીએ અમુક માણસો ભેગા થયા હતા. કોઈ અનિચ્છનિય બનાવ નથી બન્યો.


અનિરૂદ્ધસિંહ તેમજ જયરાજસિંહે આપી પ્રતિક્રિયા 

આ ઘટનાને લઈ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમજ પણ જયરાજસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સાંજે 7:00 વાગ્યે રીબડા ખાતે મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. અને તેમણે કહ્યું હતું કે તેમની સાથે રમેશભાઈ ટિલાલા પણ જોડાશે. તેમણે કહ્યું કે રીબડાના શખ્સો દ્વારા જે પણ કોઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેના વિરુદ્ધ કડકમાં કડક પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. ઉપરાંત અનિરૂદ્ધસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપી હતી કે માજી ધારાસભ્ય જયરાજસિંહ દ્વારા મારા પરિવારને બદનામ કરવાનું કાવતરૂ કરવામાં આવ્યું છે. 


શું હતો સમગ્ર મામલો 

ગોંડલમાં ક્ષત્રિય આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો વિધાનસભાની ચૂંટણી વખતે જોરદાર ગરમાયો હતો. ત્યારબાદ જયરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જૂથ વચ્ચે સમાધાન થયું હતું. તમને જણાવી દઈએ કે, રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ છે. ચૂંટણી સમય બંન્ને ક્ષત્રિય જૂથ વચ્ચે તંજ ખેચાયા હતા પરંતુ જે બાદ જયરાજસિંહ અને સહદેવસિંહના વલણ ધીમા પડતા એકબીજાનું સમાધાન થયું હતું. તેમના સમાધાન બાદ ભુણાવા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોનું પણ સમાધાન થયું હતું. ચૂંટણીના પરિણામ બાદ જયરાજસિંહ જૂથે અને સહદેવસિંહ જૂથે એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું. આ સમાધાનથી રિબડા જૂથને પણ મોટો ફટકો પડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.