ક્યાંક સંગીતના તાલે તો ક્યાંક આતશબાજી કરીને નવા વર્ષનું સ્વાગત કરાયું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-01 11:58:58

આજથી 2023નો પ્રારંભ થઈ ગયો છે. નવા વર્ષના આગમનને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશના અનેક રાજ્યોમાં નવા વર્ષનું સ્વાગત ભારે ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. કોઈ જગ્યા પર સંગીતની ધૂન સાથે તો કોઈ જગ્યા પર આતિશબાજી કરી ન્યુ યરનું વેલકમ કરવામાં આવ્યું હતું. તો કોઈ સ્થળ પર ફૂગ્ગાઓ ઉડાડી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


મહારાષ્ટ્રમાં આતશબાજી કરી કર્યું નવા વર્ષનું સ્વાગત

2023ને લઈ લોકો ઉત્સાહિત જોવા મળ્યા હતા. વિશ્વના અનેક દેશોમાં નવા વર્ષનું સ્વાગત અલગ-અલગ રીતે કરવામાં આવે છે. ત્યારે ભારતના અનેક રાજ્યોમાં પણ ન્યુ યરનું સ્વાગત ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. દિલ્હીના લોકોમાં ન્યુ યરને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. કનોટ પ્લેસના ઈનર સર્કલ પર લોકોએ ધૂમધામથી નવા વર્ષનું સ્વાગત કર્યું છે. મસૂરીમાં સંગીત અને ડાન્સ સાથે નવા વર્ષનો આવકાર કરવામાં આવ્યો. મસૂરીમાં પણ ક્રિસમસ વેકેશનને લઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. સંગીત અને ડાન્સ કરી લોકોએ નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.  




ગોવામાં રંગેચંગે કરાયું ન્યુ યરનું સેલિબ્રેશન

આ સિવાય મહારાષ્ટ્રમાં પણ લોકોએ નવા વર્ષને લઈ જશ્ન મનાવ્યું હતું. ફુગ્ગાઓ આકાશમાં ઉડાવી તેમજ આતશબાજી કરી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું. મરીન ડ્રાઈવ પર એકત્રિત થયેલા લોકોએ 2022ને વિદાય આપી હતી. ઉપરાંત ગોવામાં નવા વર્ષને લઈ અનેક લોકો ઉમટી પડ્યા હતા. અનેક લોકો ક્રિસમસ વેકેશન મનાવા ગોવા પહોંચતા હોય છે. ન્યુ યરને કારણે હોટલો પણ બુક થઈ ગઈ હતી.    



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.