બે વર્ષમાં જ બ્રિજ પર પડ્યા ગાબડા
કડીના નંદાસણ ખાતે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા રાજ્ય કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવ્યો હતો પણ હાલ અહી કમર તૂટી જાય તેવા મસમોટા ખાડા પડી ગયા છે. ચાર વર્ષ અગાઉ જુલાઈ 2019માં કરોડોના ખર્ચે તૈયાર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ જ બ્રિજ પર ગાબડાં પડવાનું શરૂ થઈ ગયું હતું. ચાર વર્ષ બાદ અત્યારે બ્રિજ પરનો ડામર ધોવાઈ ગયો છે.
ખરાબ રસ્તાને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
એક માસથી હાઇવે ઓથોરિટીએ બ્રિજ પર આડશો મૂકી જાણે અકસ્માતની રાહ જોઈ રહ્યું છે. દ્રી ચક્રી વાહન ચાલકોની કમરના મણકા તૂટી ખસી જાય તેવા ગાબડાંઓથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. માઉન્ટ આબુ, રાજસ્થાન તરફના મુખ્ય ધોરી માર્ગ પર 24 કલાક ટ્રાફિક રહેતો હોવા છતાં હાઇવે ઓથોરિટી બ્રિજ રિપેર કરવાનાં બદલે માત્ર તમાશો જોઈ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે