રાજકીય વર્તુળોમાં જેની બહુ આતુરતાથી રાહ જોવાનતી હતી તે ગુજરાત વિધાનસભાના સ્પિકર અને ઉપાધ્યક્ષ કોણ બનશે તે અંગેની જાહેરાત થઈ ગઈ છે. વિધાનસભાના સ્પિકર તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની નિમણૂક કરવામાં આવી છે. શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. જ્યારે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડ જીત્યા છે. 15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકારે આ બંને અનુભવી નેતાઓને મહત્વની જવાબદારી સોંપી છે. વિધાનસભાની કાર્યવાહી સુચારુરૂપે ચલાવવાની જવાબદારીનું નિર્વાહન આ બંને નેતાઓ કેવી રીતે કરે છે તેના પર સૌની નજર રહેશે.