થોડા સમય બાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પરંતુ રાજસ્થાનમાં ચાલતા પોલિટિકલ ડ્રામાની સીધી અસર ગુજરાત કોંગ્રેસની કામગીરી પર પડી રહી છે. આ વખતે ઉમેદવારો સાથે ચર્ચા કરી ગુજરાત કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના હતા. પરંતુ આ પ્રક્રિયા માટે જે કમિટીની રચના કરવામાં આવી હતી. તે કમિટીના પ્રભારી રાજસ્થાનમાં ચાલતા વિવાદનું નિરાકરણ લાવવામાં વ્યસ્ત થઈ ગયા છે.
રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે અટવાયા ઉમેદવારોના નામ
પહેલી વખત કોંગ્રેસે ઉમેદવાર જાહેર કરવા સ્ક્રીનિંગ કમિટીની રચના કરી હતી. 1થી 3 ઓક્ટોબર દરમિયાન આ કમિટી ઉમેદવારોના ઈન્ટરવ્યું લેવાની હતી. ઉમેદવારોના નામ મોકવાના હતા. રિપોર્ટ મળ્યા બાદ, જે નામ પર હાઈ કમાન્ડ મોહર લગાવે તેનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવવાનું હતું. પરંતુ રાજસ્થાનમાં ચાલતા વિવાદને કારણે આ પ્રોસેસ અટકી ગઈ ગુજરાત કોંગ્રેસના સિનિયર ચૂંટણી નિરીક્ષક અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માને આ પ્રકિયા માટે સમય નથી મળી રહ્યો. તેઓ બંને જણા હાલ રાજસ્થાનમાં ચાલતા ઘમાસાણમાં ફસાઈ ગયા છે. અને વિવાદને શાંત કરવાની કોશિશ કરી રહ્યા છે. સ્ક્રીનીંગ કમિટીના સભ્યો વ્યસ્ત થતા ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામ અટવાયા છે જેને કારણે કોંગ્રેસે હજી મૂરતિયાના નામ જાહેર નથી કર્યા.