આમ આદમી પાર્ટી જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારનો દોર વધી રહ્યો છે. ચૂંટણી નજીક આવતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ અનેક જનસભા સંબોધવાના છે. ઉપરાંત આપે અનેક બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી.
આ બેઠકો પર આપે નથી કર્યા ઉમેદવારોને જાહેર
ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી આમ આદમી પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ભાજપ તેમજ કોંગ્રેસ ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે અનેક બેઠક એવી જ્યાંથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. આમ આદમી પાર્ટીએ દ્વારકા, સિદ્ધપુર, ખેરાલુ, વિસનગર, માણસા, ઉધના અને ખંભાળિયા માટે ઉમેદવારોના નામની ઘોષણા નથી કર્યા. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવી ક્યાંથી ચૂંટણી લડશે તે અંગે પણ જાહેરાત નથી કરવામાં આવી.
પંજાબના મુખ્યમંત્રી આવશે ગુજરાતના પ્રવાસે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતી કાલથી 4 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રમાં જંગી સભા સંબોધવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન 9 રોડ-શો કરવાના છે ઉપરાંત જનસભા પણ સંબોધવાના છે. 12 તારીખે તેઓ તળાજા અને મહુવામાં રોડ-શો કરવાના છે. 13 નવેમ્બરે તેઓ સોમનાથ મંદિરની મુલાકાત લેવાના છે જે બાદ રાજુલા, ઉનામાં રોડ શો કરવાના છે. 14 તારીખે તેઓ તલાલા, વિસાદવદરમાં રોડ શો કરવાના છે. અને પ્રવાસના અંતિમ દિવસે પોરબંદરમાં રોડ શો કરવાના છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલો પ્રચાર મતમાં પરિવર્તિત થશે કે નહીં તે પરિણામ આવશે તે બાદ જ ખબર પડશે.