હિમાચલ પ્રદેશ માટે આજે થશે મુખ્યમંત્રીના નામની જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-10 14:36:42

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને બહુમતી મળી છે. ત્યારે આગમી પાંચ વર્ષ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી પદને લઈ અનેક ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે. પરંતુ પ્રતિભા સિંહ અને સુખવિંદર સિંહ સુક્ખુનું નામ મુખ્યમંત્રીના રેસમાં આગળ દેખાઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રીના ચહેરાને લઈ રિપોર્ટ સબ્મિટ કરશે અને તે બાદ હાઈકમાન્ડ દ્વારા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. આજે વિધાયક દળની બેઠક મળવાની છે જેમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. 

આ નેતાઓ પણ છે મુખ્યમંત્રી બનવાની રેસમાં   

2022 વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણી પરિણામમાં કોંગ્રેસે 68 બેઠકોમાંથી 40 સીટ મળી છે. બહુમતી મળવાને કારણે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને લઈ કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગઈ કાલે પણ શિમલા ખાતે આવેલા કાર્યાલયમાં બેઠકનું  આયોજન કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીના પદને લઈ અનેક દાવેદારો છે જેને લઈ કોંગ્રેસમાં મુખ્યમંત્રીને લઈ મથામણ ચાલી રહી છે. એવી માહિતી પણ મળી રહી છે કે કોંગ્રેસ વિધાયક સુખવિંદર સિંહ સુક્ખુ મુખ્યમંત્રી માટે પહેલી પસંદ છે. આ રેસમાં મુકેશ અગ્નિહોત્રી, રાજેન્દ્ર રાણા જેવા નામો પણ ચર્ચાઈ રહ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઉપ-મુખ્યમંત્રી પણ બનાવામાં આવશે. 




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.