મુંબઈમાં ફરી બની હત્યાની ઘટના! નજીવી બાબતે રિક્ષામાં જ કરી નાખી લિવઈન પાર્ટનરની હત્યા! તપાસ કરતા પોલીસને આ કારણ જાણવા મળ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-21 18:03:05

આજની જનરેશનમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેવાનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. પરંતુ અનેક એવા ઉદાહરણો સામે આવ્યા છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા લોકો નાની નાની વાતોને લઈ ઝઘડી પડે છે અને ક્રાઈમ કરી બેસે છે. મુંબઈથી હત્યાની ઘટના સામે આવી છે જેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પોતાના લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર રીક્ષામાં યુવતી પર તેના પાર્ટનરે હુમલો કર્યો હતો. ઝઘડો થતા આરોપીએ યુવતીનું ગળું કાપી નાખ્યું અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ પણ કરી લીધી હતી. જે મહિલા પર હુમલો થયો છે તેનું નામ પંચશીલા હતું અને આરોપીનું નામ દીપક હતું,


થોડા દિવસ પહેલા પણ બની હતી આવી ઘટના!

દેશમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જઈ રહી છે. હત્યાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. હત્યા કરવી જાણે લોકો માટે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. લોકોમાં સહનશક્તિ એકદમ ઘટી રહી છે. મુંબઈથી થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા જેમાં મનોજ સાને પોતાની લિવ ઈન પાર્ટનમ સરસ્વતીની હત્યા કરી દીધી હતી. આ મામલો હજી શાંત થયો નથી ને ફરી એક વખત લિવ ઈન રિલેશનશિપમાં પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. 


હુમલો કરી આરોપી થઈ ગયો હતો ફરાર! 

મુંબઈથી ફરી એક વખત હત્યાની ઘટના હની છે. આ ઘટનામાં પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેતા એક પ્રેમીએ તેની લિવ ઈન પાર્ટનરની હત્યા કરી દીધી છે. મળતી માહિતી અનુસાર સોમવારના દિવસે એક યુવકે રિક્ષામાં સવાર પોતાની કથિત લિવ ઈન પાર્ટનરનું ગળું કાપી નાખ્યું હતું. ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો હતો. 


બંને જણા રહેતા હતા લિવ ઈન રિલેશનશીપ!

મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈના સાકી નાકા વિસ્તારના ખૈરાની રોડ પર બની છે.  પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર બે વર્ષથી બંને લિવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. પરંતુ દીપક અને પંચશીલા વચ્ચે એક સાથે રહેવાની બાબતે ઝઘડો થયો હતો. પંચશીલા નહોતી ઈચ્છતી કે તે દીપક સાથે રહે, કારણ કે દીપકનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. તે અવારનવાર પંચશીલાને માર મારતો હતો.


પોલીસે આરોપીની કરી ધરપકડ! 

આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે દીપકે પંચશીલા પર રીક્ષામાં જીવલેણ હુમલો કરી દીધો. હુમલો થતાં પંચશીલા જમીન પર પડી ગઈ. તીક્ષ્ણ હથિયાર વડે યુવતી પર હુમલો કર્યો અને તે ઈજાગ્રસ્ત થઈ અને અંતે તેનું મોત થઈ ગયું. મળતી માહિતી અનુસાર પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.     



તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્તાલિને બજેટ દરમ્યાન "₹"ના સિમ્બોલને બદલવાની જાહેરાત કરી છે . તેની જગ્યાએ તેમણે તમિલ ભાષાના શબ્દ "રુબિયા"નો પેહલો શબ્દ "ரூ"લેવાની જાહેરાત કરી છે . આવતા વર્ષે ૨૦૨૬માં તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેને લઇને સત્તાધારી પક્ષ ડીએમકે "ઉત્તર"ની વિરુદ્ધમાં "દક્ષિણ" કરવાનો પ્રયાસ કરી રહી છે . કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ ભારતીય જનતા પાર્ટીનો તમિલનાડુમાં પ્રભાવ વધી રહ્યો છે જેને લઇને ડીએમકે ચિંતિત છે .

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરને અવકાશમાંથી પરત લાવવાનું મિશન નાસાએ ફરી એકવાર રદ કરી દીધું છે . કેમ કે રોકેટના ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મની હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી .

વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલાઇન લેવિટે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન ભારત પર ટેરિફને લઇને કર્યા આકરા પ્રહાર. અમેરિકાએ તેના જ સહયોગી દેશોની સામે ટ્રેડ વોર શરુ કરી દીધું છે . તો જાણો ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપાર વિશે.

દક્ષિણ ગુજરાતથી ધડાધડ મેસેજ આવ્યા કે લાઈટ ગઈ છે. તાપી, ભરૂચ, રાજપીપળા, સુરત, નવસારીમાં એકસાથે લાઈટ ગઈ. મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ અને મોટી સંખ્યામાં લોકો ટોરેન્ટ પાવરની ઓફિસમાં પહોંચી ગયા હતા. જો કે હવે ટોરેન્ટ અને DGCVLએ 100 ટકા પૂરવઠો પૂર્વવત કરી દીધો છે.