મચ્છરજન્ય રોગચાળામાં વધારો
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. શહેરમાં છેલ્લા 2 મહિનામાં મચ્છરોનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં ચાલુ મહિનાના 20 જ દિવસમાં ડેન્ગ્યુના 470 જેટલા કેસ નોંધ્યા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો વધ્યા છે. વરસાદના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે તેના કારણે રોગચાળામાં વધારો થયો છે.
ડેન્ગ્યુ સાથે સ્વાઇનફ્લુનો કહેર !!!
સ્વાઈન ફ્લૂના કેસો સપ્ટેમ્બર મહિનામાં 216 જેટલા નોંધાયા છે. જેમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં અને 30 ટકા દર્દી ધરે સારવાર લઈ રહ્યા છે. શહેરમાં સૌથી વધુ સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુ, ઝાડા-ઊલટીના કેસ મળી રહ્યા છે.શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.