દરેક માટે પોતાનો પ્રાણ ઘણો વ્હાલો હોય છે. સૌથી વધારે ધ્યાન આપણે પોતાના પ્રાણોનું રાખતા હોઈએ છીએ. પરંતુ સીમા પર દેશની રક્ષા કરતા વીર જવાનો પોતાના પ્રાણો કરતા દેશને વધારે પ્રેમ કરતા હોય છે. દેશ પર જ્યારે જ્યારે સંકટ આવે છે ત્યારે દેશના વીર જવાનો પોતાના પ્રાણની આહુતી આપતા પહેલા નથી વિચારતા. દેશ માટે, દેશની રક્ષા માટે હસતા હસતા શહીદીને સ્વીકારે છે.
શહીદ મેજર આશિષને અપાઈ અંતિમ વિદાય
ત્યારે થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે અથડામણ થતા અનેક વીરોએ પોતાના જીવનની આહુતિ આપી દીધી હતી. દેશ માટે શહીદ થઈ ગયા હતા. આતંકી સાથે થયેલી અથડામણમાં મેજર આશિષ ધૌંચક શહીદીને પામ્યા હતા. ત્યારે આજે તેમનો પાર્થિવ દેહ તેમના માદરે વતન પાણીપત પહોંચ્યો હતો. માદરે વતન જ્યારે મૃતદેહ લવાયો ત્યારે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.
અથડામણમાં આતંકવાદીઓ તો મરે છે પરંતુ જવાનો પણ શહીદ થાય છે
આપણે આરામથી ઉંઘી શકીએ તે માટે દેશના સીમાની રક્ષા કરવા માટે જવાનો ખડેપગે રહે છે. લોકોના સુરક્ષાની જવાબદારી જવાનોના શિરે હોય છે. જમ્મુ કાશ્મીરથી અનેક વખત સમાચાર આવતા હોય છે કે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં આટલા આતંકવાદીઓને મારવામાં સેનાને સફળતા મળી. એ સમાચાર વાંચીને આપણને આનંદ થાય છે. પરંતુ અનેક વખત આતંકવાદી સાથે થયેલી અથડામણમાં દેશ પોતાના વિર સપૂતોને પણ ખોઈ બેસે છે.
આતંકી સાથેની અથડામણમાં વધુ એક જવાન થયા શહીદ!
અનેક વીર જવાનો શહીદ થતા હોય છે. ત્યારે છેલ્લા થોડા દિવસોથી જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકી અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં હજી સુધી ત્રણ જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ વધુ એક જવાન શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અથડામણમાં વધુ એક જવાન વીરગતિને પામ્યા છે.
વીરને અંતિમ વિદાય આપવા ઉમટી જનમેદની
આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાણીપતના મેજર આશિષ પણ વીરગતિને પામ્યા છે. મેજરના પાર્થિવ દેહને માદરે વતન લાવવામાં આવ્યો છે જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવશે. વીરના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. હજારો લોકો હાજર રહ્યા હતા જ્યારે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, રાજકીય સન્માન સાથે વીરને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહીદ મેજર આશિષનો જન્મદિવસ આવતા મહિને છે. પોતાના જન્મદિવસ પર નવા ઘરમાં પણ પ્રવેશ પરિવાર કરવાનો હતો પરંતુ તે પહેલા જ મેજર અનંતની યાત્રાએ નિકળી ગયા. ન માત્ર પરિવારમાં શોકની લાગણી છે પરંતુ દેશના અનેક નાગરિક એવા છે જે આ સમાચાર સાંભળીને, આ દ્રશ્યો જોઈને ભાવુક થઈ ગયા હશે. વીર શહીદોની શહાદતને સો-સો સલામ છે.