રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીને જૂનાગઢના ધારાસભ્યે લખ્યો પત્ર.. લખ્યું નરસિંહ મહેતા તળાવની કામગીરી એક મહિનામાં પૂર્ણ નહીં થાય તો....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-17 13:43:16

ચોમાસાને આવવાને માત્ર ગણતરીના દિવસો બાકી છે.. એક મહિનાના સમયગાળામાં ચોમાસાનું આગમન થઈ જશે. ચોમાસાને કારણે અનેક construction સાઈટ પર કામગીરી બંધ થઈ જતી હોય છે.. આ બધા વચ્ચે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી..  પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..

પક્ષના ધારાસભ્યએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

દેશમાં તેમજ રાજ્યમાં થોડા દિવસોની અંદર ચોમાસું દસ્તક લઈ લેશે.. ચોમાસા પહેલા આપણે ત્યાં પ્રિ મોન્સુનની કામગીરી કરવામાં આવતી હોય છે. આ કામગીરીને લઈને પણ અનેક પ્રશ્નો થતા હોય છે.. કામગીરી કરવામાં આવી હોય છતાંય અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જતા હોય છે જેને કારણે સામાન્ય માણસોને ભોગવવાનો વારો આવતો હોય છે. તંત્રની કામગીરી પર અનેક સવાલો સામાન્ય માણસો દ્વારા ઉઠાવવામાં આવતા હોય છે. પરંતુ હવે અનેક સવાલો ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. પોતાના જ પક્ષના, પોતાના જ રાજ્યના મુખ્યમંત્રીને ધારાસભ્યો સવાલ પૂછી રહ્યા છે.


પત્રમાં કઈ બાબતનો કરાયો ઉલ્લેખ...

આ બધા વચ્ચે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને કહ્યું કે નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી હજી પણ ચાલી જ રહી છે. પત્રમાં તેમણે લખ્યું કે જૂનાગઢ શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવના નવીનીકરણની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. ગત વર્ષે શહેરમાં આ કામગીરીમાં કોન્ટ્રેક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે વરસાદના પાણી રહેણાક વિસ્તારોમાં ઘૂસ્યાં હતાં અને કુત્રિમ પૂર હોનારતની પરિસ્થિતી ઊભી થઈ હતી. એને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 


"કામની મુદત પૂર્ણ થઈ ગયેલ છે પરંતુ..." 

ચાલુ વર્ષે આ બાબતનું પુનરાવર્તન ના થાય તે બાબતની તકેદારી/કે કોઈ પ્રિ પ્લાનિંગ મહાનગરપાલિકા દ્વારા કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ નથી.. જળસંગ્રહએ પાણીની સમસ્યા હલ કરવા માટે ઝાંઝરડા રોડ જોષીપર તેમજ આસપાસની સોસાયટીઓમાં મુખ્ય જરૂરત હોઈ જે બાબતને ધ્યાને લઈ આ કામગીરી મોનસુન પહેલા પૂર્ણ થવી જોઈએ. હાલ કામની મુદત પણ પૂર્ણ થયેલ છે પરંતુ કામ પૂર્ણ થયેલ નથી. હવે ચોમાસાને દોઢ માસ જેવો સમય બાકી છે. હાલની કામની ધીમી ગતિ જોતા દોઢ માસમાં કામ પુરૂ થાય તેવું લાગતું નથી.. ફરીથી વરસાદ થશે એટલે ગત વર્ષની જેમ કૃત્રિમ હોનારત સર્જાશે ત્યાં રહેણાક વિસ્તારમાં નાના માણસો રહે છે તેની આર્થિક પરિસ્થિતિ સાવ સાધારણ છે. ફરીથી પાછું ત્યાં દીવાલ નબળી હોવાને કારણે સર્જાનાર પરિસ્થિતિની અસર આ લોકોને થશે એના જવાબદાર કોણ? 


"મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોર્યું પરંતુ.." 

આ બાબતે મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવા છતાં આ બાબતની ગંભીરતા લેવામાં આવેલ નથી કોઈ એક્શન લેવાયેલ નથી કે આવનાર સમય માટેનો પ્રિ એક્શન પ્લાન કરેલ હોય તેવું લાગતું નથી. જે ધ્યાને લઈ તાકીદે લોકહિતમાં આ કામગીરી ઝડપભેર પૂર્ણ થાય તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લેખીત પત્રથી જાણ કરી જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ શહેરના પ્રથમ પ્રહરીની ભૂમિકા ભજવી છે.. આ પત્ર ધારાસભ્ય કાર્યાલયથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, તે ઉપરાંત ધારાસભ્યનો વીડિયો પણ આ મામલે સામે આવ્યો છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?