ડુંગળી પકવતા ખેડૂતોને થતા નુકસાન અંગે ભાવનગરના ધારાસભ્યએ કરી મુખ્યમંત્રી સાથે મુલાકાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-28 09:22:00

ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. પોતાના પાકના પોષણસમા ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ડુંગળી પકવતા ખેડૂતને પણ નુકસાન થઈ રહ્યું છે. જેને લઈ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. જીતુ વાઘાણીની સાથે એપીએમસીના આગેવાનો પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.  ખેડૂતોની વાત સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. સરકાર આ વખતે આ અંગે જરૂરી નિર્ણય લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.


મુખ્યમંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત  

ડુંગળી પકવતા ખેડતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના નીચા ભાવ મળવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળે તે માટે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ધારાસભ્યની સાથે એપીએમસીના આગેવાનો પણ હાજર રહ્યા હતા. ડુંગળીના નીચા ભાવથી ખેડૂતોને થઈ રહેલા નુકસાનથી બચાવવા સરકારે ગત વર્ષે 100 કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. 31674 ખેડૂતોને કુલ 69.26 કરોડની સહાય ચૂકવી છે. જેને કારણે સરકાર આ વખતે પણ સહાય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 


ભગવંત માને કરી હતી ડુંગળી ખરીદવાની કરી વાત 

ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીની સાથે મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તથા ગોંડલ એપીએમસીના ચેરમેન સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ પણ આ પ્રશ્નને લઈને ખેડૂત આગેવાનોએ કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી હતી. જે બાદ કૃષિમંત્રી દ્વારા આ વાતને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી તૈયારી દર્શાવી હતી. ત્યારે ડુંગળીની ખરીદીને લઈ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને થોડા દિવસો પહેલા નિવેદન આપ્યું હતું અને ગુજરાતમાં પાકતી ડુંગળીની ખરીદી કરવાની વાત કહી હતી.       



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...