રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય, જુઓ પછી શું થયું કે તેમનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-30 17:05:40

કહેવાય છે કે રોડ રસ્તા સારા હોય તો તે રાજ્યની અથવા તો દેશની પ્રગતિ ખૂબ જલ્દી થાય છે. અર્થવ્યવસ્થાને વેગ આપવામાં રસ્તાનો ખૂબ મોટો ફાળો હોય છે. ત્યારે આજ કાલ એવા રસ્તાઓ જોવા મળે છે જેની ગુણવત્તા પર સવાલ ઉઠતા રહે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. પરંતુ જ્યારે નિરીક્ષણ કર્યું ત્યારે રોડ પર રહેલી કપચી નીકળી ગઈ અને માત્ર રેતી રહી ગઈ.


રોડનું નિરીક્ષણ કરવા પહોંચ્યા ધારાસભ્ય 

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા હોય છે જેમાં આપણને સ્પર્શતા મુદ્દાઓ પણ ઉઠાવાતા હોય છે. ગુજરાતમાં રસ્તાને લઈ લોકોને મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. હલકી ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ થવાને કારણે રસ્તા પર ખાડા અથવા તો કપચી બહુ ઓછા સમયમાં નીકળી જતી હોય છે. અનેક વખત રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય રોડનું નિરીક્ષણ કરી રહ્યા છે.



પગથી રસ્તા પર પથરાયેલી કપચી ધારાસભ્યએ હટાવી દીધી!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે ઉત્તરપ્રદેશના ગાજીપૂર જિલ્લાનો હોય છે. જખનિયા વિસ્તારમાં એક રોડ બનવાનો હતો. રોડ બની ગયો હતો જેને લઈ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ધારાસભ્ય બેદી રામ રોડનું નિરીક્ષણ કરવા ઘટના સ્થળે પહોંચ્યા હતા. પરંતુ નિરીક્ષણ કર્યા બાદ ધારાસભ્યના જે પ્રતિક્રિયા આપી તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેદી રામે રોડનું નિરીક્ષણ દરમિયાન જ રસ્તાને પગથી ઉખાડી દીધો. રોડની હાલત એવી હતી કે કપચી તરત નીકળી ગઈ અને નીચે માટી દેખાવા લાગી. જેને લઈ વિધાયક ગુસ્સે થઈ ગયા. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર અનેક લોકોએ કમેન્ટ પણ કરી હતી. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?