અમદાવાદ અકસ્માત : થાર ગાડી ચલાવનાર સગીર પણ એટલો જ જવાબદાર જેટલો તથ્ય પટેલ! જાણો સગીર વિરૂદ્ધ શું કાર્યવાહી કરાઈ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-28 11:16:11

જ્યારે કોઈ મોટી ઘટના બને છે ત્યારે આપણે બીજી અનેક ઘટનાઓ ભૂલી જતા હોઈએ છીએ. મોટી ઘટના બાદ આપણે અનેક ઘટનાઓને અથવા તો ઘટનાના મૂળને જ નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. અમે વાત કરી રહ્યા છીએ ઈસ્કોન ખાતે બનેલા ભયંકર અકસ્માતની જેમાં 10 લોકોના મોત થયા છે. જ્યારથી બ્રિજ અકસ્માત થયો છે ત્યારથી બધા લોકોની માગણી કે તથ્ય પટેલને કડકમાં કડક સજા થવી જોઈએ, એવી સજા મળવી જોઈએ જેને જોઈ કોઈ પણ આવી ઘટના સર્જતા પહેલા સો વાર વિચારે. પરંતુ આપણને આ ઘટનામાં એક વાર પણ એ સવાલ ના થયો કે એ રાત્રે જે અકસ્માત થયો તે થારવાળા અકસ્માતને કારણે થયો!  


ડમ્પર અને થાર વચ્ચે થયેલા અકસ્માતને કારણે ભેગા થયા હતા લોકો! 

20 જુલાઇ રાત્રે 12 -12.30નો સમય હતો ઇસ્કોન બ્રિજ પર ફૂલ સ્પીડમાં એક થાર ગાડી આવી આગળના ડમ્પર સાથે અથડાઇ અને થાર ગાડીના અલગના ભાગના કુચચા બોલાવી નાખ્યા આ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસના બે કર્મચારી અને એક હોમગાર્ડ જવાન તુરંત ઘટનાસ્થળે પહોંચી જાય છે. તે થાર ચાલક ત્યાંથી ભાગી જાય છે પછી લોકો અકસ્માત જોવા માટે ત્યાં ભેગા થાય છે. બસ એ સમયે એક બીજો નબીરો 142 કરતાં વધુ સ્પીડમાં જૈગુઆર કારમાં આવે છે, ત્યાં ઉભેલા ટોળાં પર ગાડી ચઢાવી દે છે અને 10 માસૂમ લોકોના જીવ જતા રહે છે. એ નબીરો બીજો કોઈ નહીં તથ્ય પટેલ હતો . અકસ્માત બાદ તથ્યને લોકો મારે છે, તેના પપ્પા આવીને એને ભીડથી બચાવીને હોસ્પિટલ લઈ જાય છે અને પછીની બધી ઘટના આપણને ખબર છે. પણ આ ઘટનાની પાછળ એ વાત તો ઢંકાઈ ગઈ કે એ થાર ચલાવનાર કોણ છે અને તે અચાનક ક્યાં ગયો? ત્યારે આખી ઘટના અંગે તપાસ કરવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે એ થાર ચાલક એક સગીર હતો. 16 વર્ષની તેની ઉંમર હતી. પછી ફરિયાદ નોંધવામાં આવી.


થારગાડીના ચાલક વિરૂદ્ધ ફરિયાદ કરાઈ દાખલ! 

થારવાળી ઘટનામાં પીએસઆઈ બલભદ્રસિંહ પોતે ફરિયાદી બન્યાં. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, ઈસ્કોન બ્રિજ પર થાર ગાડીનો અકસ્માત થયો છે તેવું પોલીસ સ્ટેશન ખાતે જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે જઈને જોતાં ખબર પડી કે, ઈસ્કોન બ્રિજ ઉપર કર્ણાવતી ક્લબ તરફથી રાજપથ ક્લબ તરફના રોડ પર આ થાર ગાડી અકસ્માત થયેલી હાલતમાં પડી હતી. આ સમયે ઘટના સ્થળ પર થાર ગાડીનો ચાલક ત્યાં હાજર હતો. તેણે આ થાર ગાડી ગફલતભરી રીતે ચલાવીને ડમ્પરની પાછળ ભટકાવી દીધી. સગીર વયના ચાલકને વાહન આપનાર તેના પિતા મેલાજી ઠાકોર જે મુમતપુરા ગામમાં રહે છે તેમના વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરાઈ છે. અને IPC 189 કલમ હેઠળ કોર્ટમાં તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે મંજૂરી મંગાઈ છે. પણ  સમગ્ર મામલામાં હજી સુધી થાર માલિક તેમજ  સગીર ચાલકના પિતા સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. 


થારગાડી વિરૂદ્ધ ક્યારે થશે કાર્યવાહી? 

આ મામલે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, થારના સગીર ચાલક સામે નોંધાયેલી ફરિયાદમાં તેના પિતાને આરોપી બનાવવામાં આવશે. સગીરવયના આરોપીના પિતાને બોલાવવામાં આવ્યા બાદ તેમને નોટિસ આપીને જવા દીધા છે. તેમની સામે હવે કાર્યવાહી થશે.


જેટલો ગુન્હેગાર તથ્ય છે એટલો જ દોષી થાર ચાલક પણ છે!

તથ્યએ જે કર્યું એ ગંભીર ગુન્હો છે, પણ શું આ બધાની વચ્ચે આપણે એ ભૂલી જવાનું કે જે થારના અકસ્માતને કારણે આ સમગ્ર ઘટના બની તે પણ એક અમીર બાપનો નબીરો હતો. તેના પપ્પાએ એને 16 વર્ષની ઉંમરે થાર જેવી મોંઘી ગાડી તો આપી દીધી, પણ ચાવી આપતા પહેલાએ ના વિચાર્યું કે આની હાઈસ્પીડ અને નાદાનીના કારણે અનેક લોકોના જીવ જઈ શકે છે. તમે અમીર છો, તમારા પાસે પૈસા છે, તમારે તમારી ઓલાદોને નાની ઉંમરમાં ગાડી દોડાવવા આપવી છે એને અલગ રસ્તા બનાવીને આપો. આ કેસમાં આમ જોવા જઈએ તો સૌથી મોટા અપરાધી તો એ 16 વર્ષના સગીરના પિતા છે, જેમણે પોતાના છોકરાને 16 વર્ષની ઉંમરે ગાડીની ચાવી આપી દીધી. જો તથ્ય ગુન્હેગાર છે તો એટલો જ ગુન્હેગાર એ 16 વર્ષનો સગીર પણ છે. એના હાથે ભલે કોઈનો જીવ નથી ગયો પણ એ આ અકસ્માતનો નિમિત બન્યો છે. અને એના પપ્પાને પણ એટલી જ કડક સજા મળવી જોઈએ. 


પૈસાના દમ પર નબીરાઓ બન્યા છે બેફામ!  

આ બધા અમીર બાપના દીકરાને એવું લાગે છે કે એ બેફામ ગાડીયો રસ્તા પર ચલાવશે અને તેમને કોઈ કઈ નહીં કરી શકે. કારણ કે તેમના બાપા પાસે પૈસા છે. બધુ ખરીદી શકે છે એ ભલેને પછી સિસ્ટમ જ કેમ ન હોય!  આવા નબીરાઓને હમણા નહીં રોકવામાં આવેને તો આજે 10 ઘરના ચિરાગો ઓલવાયા છે, કાલે એનાથી પણ ભયંકર અકસ્માત સર્જાઈ શકે છે. આ બધા વચ્ચે એ બધા અમીર માં-બાપને એક અપીલ છે કે નાની ઉંમરે બાળકોને ચાલી આપતા પહેલા તેમને ગાડી કેવી રીતે ચલાવવી એ શીખવાડવું પડશે. નહીંતર આવા અકસ્માતો સર્જાતા રહેશે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?