H3N2ના વધતા કેસને લઈ આરોગ્ય મંત્રાલયે કરી બેઠક, જાન્યુઆરીમાં નોંધાયા આટલા H3N2ના કેસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-11 14:47:03

કોરોના બાદ દેશ પર H3N2 વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. અનેક લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે હવે H3N2ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ વાયરસના સંક્રમણને કારણે બે જેટલા દર્દીઓના મોત થઈ ગયા છે. વધતા કેસને લઈ સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વધતા H3N2ના કેસને ધ્યાનમાં રાખી એક બેઠક બોલાવી હતી. આ અંગે રાજ્ય સરકારોને એલર્ટ કરવામાં આવી છે. એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે.


જાન્યુઆરીમાં નોંધાયા હતા 3084 કેસ 

H3N2 વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થવાને કારણે બે લોકોના મોત થઈ ગયા છે. સતત વધતા કેસોને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. ત્યારે આ વધતો વાયરસ પણ આવનાર દિવસોમાં ચિંતા વધારી શકે છે. મળતી માહિતી અનુસાર જાન્યુઆરી મહિનામાં H3N2 વાયરસના 3084 કેસ સામે આવ્યા છે. 


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કરી હતી બેઠક 

વધતા સંક્રમણને લઈ શનિવારે નીતિ આયોગે બેઠક બોલાવી છે. જેમાં રાજ્યોના સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યોને આ અંગે સતર્ક રહેવા માટે પણ કહેવામાં આવશે. રાજ્યોને કઈ રીતે સપોર્ટ કરવામાં આવે તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે. શુક્રવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં વધતા H3N2 ઈન્ફ્લુએન્જા વાયરસના વધતા કેસને લઈ બેઠક બોલાવી હતી. વધતા કેસને લઈ રાજ્યોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ સ્થિતિ અંગે એડવાઈઝરી જાહેર કરી છે


લોકોને સાવચેત રહેવા કરવામાં આવી છે અપીલ 

હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઘર-ઘરમાં શરદી-ઉધરસના તેમજ તાવના કેસો નોંધાઈ રહ્યા છે. બાળકો પણ આ વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા દિવસો પહેલાં આ અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી. વારંવાર હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો તેમજ સામાજીક અંતર રાખવું તે બાબતનું ધ્યાન રાખવા કહેવાયું હતું.  




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?