ચક્રવાતને લઈ હવામાન વિભાગે આપી અપડેટ! ગંભીર રૂપ ધારણ કરી શકે છે ચક્રવાત! જાણો માછીમારોને શું આપવામાં આવી છે સલાહ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-07 12:46:00

ગુજરાત પર ચક્રવાતનું સંકટ તોળાઈ રહ્યું છે. તેજ ગતિથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં લો પ્રેશર સર્જાતા વાવાઝોડું સક્રિય થયું હતું અને હવે તે વિકરાળરૂપ લઈ રહ્યું છે. આ વખતે બાંગ્લાદેશ દ્વારા નામ આપવામાં આવ્યું છે. બિપોરજોય શબ્દનો અર્થ સમજીએ તો થાય છે સંકટ. વાવાઝોડાને ધ્યાનમાં રાખી ગુજરાતના કાંઠાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.        



ગુજરાત નજીકથી પસાર થશે ચક્રવાત! 

કમોસમી વરસાદ ઉનાળા દરમિયાન વરસ્યો હતો. ત્યારે હવે ચક્રવાતનું સંકટ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. સાઈક્રોલન તીવ્ર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. જેને લઈ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દીધી છે. તે સિવાય બંદરો પર પણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર સાઈક્લોન બિપોરજોય પૂર્વમધ્ય અને દક્ષિણમધ્ય અરબી સમુદ્રમાં ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. દરિયામાં ઉંચા મોજા ઉંછળશે. ગુજરાતના દરિયા કિનારા નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે. 11 અથવા 12 જૂનની આસપાસ ગુજરાત નજીકથી ચક્રવાત પસાર થઈ શકે છે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે.


અંબાલાલ પટેલે ચક્રવાતને લઈ કરી આગાહી!

વાવાઝોડાની ગતિ 140 કિમી થાય તેવા સંકેતો હાલ દેખાઈ રહી છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરિયા કાંઠે વાવાઝોડું ટકરાશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. 4 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે આ સિસ્ટમ વિવિધ કેટેગરીમાં થઈને સુપર સાઈક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને  કારણે તારીખ 7, 8 અને 9 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન ઉઠશે. 



આજ સાંજ સુધી કેરળમાં પહોંચશે ચોમાસું!

દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે. આ મામલે IMDના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ આ અંગે આગાહી કરતા હતું કે, આગામી 24 કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે. આજ સાંજ સુધી કેરળમાં ચોમાસું પહોંચી શકે છે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.   



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?