દેશમાં કોરોના સંક્રમણ વધતા કેન્દ્રીય આરોગ્યમંત્રીએ બોલાવી બેઠક, કોરોનાની સ્થિતિ અંગે કરશે સમીક્ષા


  • Published By :
  • Published Date : 2023-04-06 17:05:26

દેશમાં કોરોના સંક્રમણનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. કોરોના સંક્રમિતોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો 5 હજારને પાર કેસ નોંધાયા છે. બે દિવસમાં કોરોના કેસમાં અનેક ગણો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે વધતા કોરોના સંક્રમણને લઈ કેન્દ્ર સરકાર એક્ટિવ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આવતી કાલે તમામ રાજ્યોના આરોગ્યમંત્રી સાથે બેઠક કરવાના છે કોરોનાની સ્થિતિ અંગે તાગ મેળવવાના છે.

  

આવતી કાલે મનસુખ માંડવિયા કરશે બેઠક 

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત પેસારો કરી રહ્યો છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની વાત કરીએ તો 5335 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગઈકાલે પણ કોરોના કેસ 4 હજારને પાર નોંધાયા હતા. 15 જેટલા લોકોના મોત પણ થયા હતા. ત્યારે વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી આવતી કાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.