અખંડ ભારતના નક્શા સામે નેપાળના મેયરે રાખ્યો ગ્રેટર નેપાળનો નકશો! નેપાળે હિમાચલ-બંગાળના થોડા ભાગને પોતાનો ગણાવ્યો! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-09 16:10:28

નવા સંસદ ભવનને લઈ વિવાદ આપણા દેશમાં ચાલ્યો હતો. ઉદ્ધાટન કાર્યક્રમનો બહિષ્કાર અનેક રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો. સંસદ ભવનની તસવીરો પણ સામે આવી હતી. નવી સંસદ ભવનથી વધારે જો કદાચ કોઈ વસ્તુએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હોય તો તે છે અખંડ ભારતનો નકશો. પાડોશી દેશોએ આના પર સવાલો પણ ઉઠાવ્યા છે. નેપાળની રાજધાની કાઠમંડુના મેયર બલેન્દ્ર શાહે ગ્રેટર નેપાળનો નકશો જાહેર કર્યો છે. નકશામાં હિમાચલના પશ્ચિમ કાંગડાથી પશ્ચિમ બંગાળના પૂર્વી તિસ્તા સુધીના વિસ્તારને બૃહદ નેપાળના ભાગ તરીકે વર્ણવવામાં આવ્યો છે. નેપાળના મેયરે આ નક્શો ત્યારે જાહેર કર્યો છે જ્યારે ભારતના સંસદ ભવનમાં અખંડ ભારતનો નક્શો મૂકવામાં આવ્યો છે. 


સંસદ ભવનમાં રાખવામાં આવ્યો છે અખંડ ભારતનો નક્શો!

ભારતની સીમાઓ અનેક દેશોની સીમાઓ સાથે અડેલી છે. આંતરાષ્ટ્રીય સંબંધોની વાત કરીએ તો ભારતની પોતાના પાડોશી દેશોમાં મોટા ભાગના દેશ સાથે સારા સંબંધો છે. ચીન અને પાકિસ્તાન આમાં અપવાદ છે પણ બાકીના દેશના નેતા બદલાતા જાય તેમ સંબંધોમાં પણ બદલાવો આવતા જાય છે. ચીનની સામ્રાજ્યવાદી નીતિના કારણે તેને પોતાના 14 જેટલા પાડોશી દેશો સાથે વાંધો છે. કારણ કે ચીન માને છે કે ચીન સિવાયનો વિસ્તાર પણ ચીનનો જ છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે આપણા નવા સંસદ ભવનમાં અખંડ ભારતનો નકશો લાગ્યો. દેશવાસીઓએ તેને વધાવ્યો કારણ કે ભારતની ગૌરવની વાત હતી કે એક સમયે ભારત આટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હતું. પણ હવે તેની જ જેમ નેપાળે પણ બૃહદ નેપાળનો ફોટો જાહેર કર્યો છે જેના પર વિવાદ થઈ ગયો છે. 


કાઠમાંડુના મેયરે નેપાળનો નક્શો પોતાના કાર્યાયલમાં મૂક્યો!

એક રીતે જોવા જઈએ તો નેપાળે તો નહીં પણ નેપાળના કાઠમાંડુના મેયર બાલેન્દ્ર શાહે ગ્રેટર નેપાળનો નકશો પોતાના કાર્યાલયમાં મૂક્યો છે. આ નકશામાં હિમાચલ પ્રદેશના પશ્ચિમી કાંગડાથી લઈ પશ્ચિમ બંગાળના પૂર્વી તિસ્તા વિસ્તારને ગ્રેટર નોયડાનો ભાગ કહ્યું છે. બાલેન્દ્ર શાહનું આવું કરવા પાછળનું કારણ હોઈ શકે છે ભારતની સંસદમાં લાગેલો અખંડ ભારતનો નકશો. જો કે નેપાળ સરકારે સત્તાવાર રીતે કોઈ જાહેરાત નથી કરી, પણ નેપાળ કોંગ્રેસના મહાસચિવ ગગન થાપાએ કહ્યું હતું કે બૃહદ નેપાળના નકશાને સત્તાવાર રીતે જાહેર કરવો જોઈએ. તેમનું કહેવું હતું ભારતને પોતાનો સાંસ્કૃતિક નકશો જાહેર કરવાનો અધિકાર છે તો નેપાળને પણ પોતાનો સાંસ્કૃતિક નકશો જાહેર કરવાને હક હોવો જોઈએ અને ભારતને આમાં કોઈ વાંધો પણ ન હોવો જોઈએ. 


એસ જયશંકરે આ મામલે કરી સ્પષ્ટતા 

આ મામલે વિરોધ થતાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટતા આપી હતી. એસ. જયશંકરે કહ્યું હતું કે આ ખાલી એક સાંસ્કૃતિક નકશો છે, જે સમ્રાટ અશોકના સામ્રાજ્યને દર્શાવે છે. આ નકશાને રાજનીતિ સાથે જોડવાનો કોઈ અર્થ નથી. નેપાળ અમારો મિત્ર દેશ છે અને તેમણે આ વાત સમજવી જોઈએ. 


શું છે ગ્રેટર નેપાળ? 

જો કે તેની સામે નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ જે હમણા જ ભારત મુલાકાતે આવ્યા હતા તેમણે કહ્યું હતું કે મેં આ નકશો જોયો ત્યારે મુદ્દો ઉઠાવ્યો હતો. ગ્રેટર નેપાળની વાત કરીએ તો તે પણ પોતાના દેશને મહાન માને છે અને તેનું માનવું છે કે તેમના દેશનો અમુક ભાગ ભારત અને બાંગ્લાદેશમાં છે. આ નકશો ત્યારનો છે જ્યારે એંગ્લો નેપાળી યુદ્ધ પછી બ્રિટીશ સરકાર અને નેપાળની ગોરખા રાજશાહી વચ્ચે સુગૌલી સંધિ પર હસ્તાક્ષર થયા હતા. આ એ જ સંધી છે જેમાં નેપાળનો મિથિલાનો વિસ્તાર ભારતના વિસ્તારમાં જોડાઈ ગયો હતો. 


2020માં પણ પોતપોતાના દેશની સરહદ મામલે બંને દેશ વચ્ચે વિવાદ થયો હતો. કારણકે 2019માં ભારતે નેપાળના નકશાનો વિરોધ કરીને તેને પોતાનો ભાગ કહ્યો હતો જ્યાર બાદ નેપાળે પણ નકશો જાહેર કર્યો હતો અને આવું થયા બાદ બંને દેશ વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. ભારતની સરહદમાં આવતા લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરાના વિસ્તારો પર નેપાળ આજ પણ પોતાનો દાવો કરે છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..