કોંગ્રેસના કિરીટ પટેલ અને રઘુ દેસાઇનું ભાજપમાં જવાનું બજાર ગરમ


  • Published By :
  • Published Date : 2022-11-11 17:09:18

ગુજરાતમાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે રાજકીય પક્ષો એડીચોટી નું જોર લગાવી રહ્યા છે. ચુંટણી પહેલા ઘણા કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો છે. જો સૂત્રોનું માનીએ તો હજી પણ કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડી શકે છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પણ કેસરીયો ધારણ કરે તેવી વાત વાયુવેગે ફેલાઈ રહી છે પરંતુ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે  જમાવટ સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું કે, "મારા નામની માત્ર અફવાઓ ફેલાઈ રહી છે.મને બદનામ કરવામાં આવી રહ્યો છે. હું કોઈ પક્ષમાં જવાનો નથી" 


કિરીટ પટેલ મુખ્યમંત્રીને મળ્યા હતા 

ઉલ્લેખનીય છે કે કિરીટ પટેલે થોડા મહિના પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારે કિરીટ પટેલ ભાજપમાં જોડાશે તેવી અટકળો પણ તેજ બની હતી. તેઓ ભાજપમાં જોડાશે તો પોતાની ટિકિટ જશે તેવો ભય પાટણના નેતાઓમાં હોવાનું જાણવા મળે છે. તેઓ જો ભાજપમાં જાય તો પાટણ ભાજપના દાવેદારોની આશા પર પાણી ફરી શકે છે 


કોણ છે કિરીટ પટેલ?

કિરીટ પટેલને પાટણના દિગ્ગજ પાટીદાર નેતા કહેવાય છે અને હાલ તેઓ પાટણના ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પાટણ પર ભાજપનો છેલ્લા 27 વર્ષથી કબજો હતો. પરંતુ 2017 માં થયેલા પાટીદાર અનામત આંદોલનની અસર જોવા મળી અને કોંગ્રેસ તરફથી રહેલા કિરીટ પટેલે ભાજપના રણછોડ દેસાઇને 25 હજાર જેટલા મતથી હરાવ્યા હતા. આટલી જંગી લીડથી પ્રથમ વખત જ કોઇ ઉમેદવાર વિજયી થયા હતાં. જે ભાજપ માટે મોટો ઝટકો હતો.


રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઇ ભાજપમાં જશે ?

રઘુ દેસાઇ કોંગ્રેસમાંથી પાટણના રાધનપુરના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં રાધનપુરથી કોંગ્રેસમાં રહેલા અલ્પેશ ઠાકોર જીત્યા હતા અને ત્યારબાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા 2019 માં પેટા ચુંટણી કરવામાં આવી હતી જેમાં અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો અને કોંગ્રેસમાં રહેલા રઘુ દેસાઇની જીત થઈ હતી...જોકે અત્યારે પક્ષ પલટાની સીજનમાં રઘુ દેસાઇ પણ ભાજપમાં જોડાય તેવું વાતાવરણ રાધનપુરમાં ગરમાયું છે. હાલ સુધી તો ભાજપે પાટણ અને રાધનપુરમાં કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી જેના કારણે પણ અને તર્ક વિતર્ક સર્જાઇ રહી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?