માલધારીઓ હવે લડી લેવાના મૂડમાં, આવતી કાલે અમદાવાદના મેયરના નિવાસસ્થાનનો કરશે ઘેરાવ


  • Published By :
  • Published Date : 2023-12-04 19:36:03

રખડતાં ઢોરની સમસ્યાને લઈ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી અવારનવાર કાઢવામાં આવે છે. ત્યારે હવે માલધારીઓ ગૌચરની જમીન મામલે આંદોલન પર ઊતરી આવ્યા છે. માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજી દેસાઈએ કહ્યું કે માલધારીઓ ગઈ કાલે અમદાવાદના મેયરની ઓફિસે ગયા હતા જ્યાં મેયર ન મળતા હવે માલધારીઓ મેયરના ઘરનો ઘેરાવો કરશે અને મેયર ઘરે નહિ મળે તો સીધા મુખ્યમંત્રી પાસે જશે. 


મેયરના ઘરનો કરશે ઘેરાવ


હજારો પશુપાલકો અમદાવાદ મેયરના ઘર પાસે એકઠા થશે તેમનું કહેવું છે કે પશુ નોંધણીના નામે પરિવારદીઠ 200 રૂપિયા લેખે જે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે એનો હિસાબ માગવા માટે મંગળવારે સવારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસ ખાતે પહોંચીશું. ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ પશુ નોંધણીના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા, એની પહોંચ અમારી પાસે છે. 


શું છે માલધારીઓની માગ?


માલધારીઓનું કહેવું છે અમે વર્ષોથી જ્યાં રહેતા હોઈએ અને પશુપાલનનો વ્યવસાય કરીયે છીએ એ જગ્યાના ટેક્સબિલ અને લાઈટબિલના આધારે અમને લાઇસન્સ-પરમિટ આપવામાં આવે.આધારકાર્ડ, લાઈટબિલ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ બિલમાં જે સરનામું છે, એ જગ્યા પર લાઇસન્સ આપવામાં આવે જેથી ઘર પાસે ઢોર બાંધીને રાખી શકે. 


શું છે સમગ્ર મામલો?


પશુ ત્રાસ અટકાવ પોલીસી અંતર્ગત માલદારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, 1 ડિસેમ્બર સુધીમાં માલધારીએ પોતાના ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા ઢોર રાખવા પોતાના ભોગવટાની એટલે કે માલીકીની જમીન હોવી આવશ્યક છે. જે માલધારી પાસે માલીકીની જમીન ન હોય તેઓએ શહેરની હદ છોડી જવાની અંતિમ નોટીસ આપવામાં આવતા માલધારીઓ સરકાર પાસે ગૌચર ફાળવવાની માગ કરી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલીસી માટે અંતિમ નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. 1 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન વગરના પશુઓને પકડીને પશુમાલિક સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. જેના પ્રતિસાદરૂપે માલધારી સમાજ પણ તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?