માલધારી સમાજે રાજ્ય સરકાર સામે ફરી બાયો ચઢાવી, માલધારી સમાજ હવે મહારેલી યોજી કરશે શક્તિ પ્રદર્શન


  • Published By :
  • Published Date : 2023-12-17 18:50:33

માલધારી સમાજની માંગણીઓ પૂરી ન થતા સમાજના અગ્રણીઓ લાલઘુમ થયા છે, ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રખડતા ઢોર નિયંત્રણ વિધેયકને લઈને માલધારીઓ પહેલેથી જ આક્રમક મોડમાં છે. આ મુદ્દે સરકાર અને માલધારીઓ સામસામે આવી ગયા હતા. જેના બાદ માલધારીઓએ આંદોલન છેડ્યુ હતું. અને ત્યારબાદ ઢોરવાડામાં ગાયોની પરિસ્થતિ જોઈને માલધારી સમાજમાં રોષ છે. ત્યારે પોતાના સમાજની માંગણીઓ પૂરી ન થતા માલધારી સમાજ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. માલધારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના પશુપાલકો રાજ્યમાં જબરદસ્ત આંદોલન કરશે. માલધારી સમાજ રાજ્યભરમાં મહારેલીનું આયોજન કરશે.


માલધારીઓ સાથે મારામારીના 32 બનાવો


રખડતા ઢોરના કારણે અવારનવાર અકસ્માતોની ઘટનાઓના પગલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસતંત્રની ઝાટકણી કાઢી હતી. બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ પોલિસી 1 સપ્ટેમ્બર 2023થી અમલમાં આવી છે. પોલિસીનું અમલીકરણ શરૂ થયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રખડતાં ઢોર પકડવાની કામગીરી સોંપવામાં આવી હતી. એ દરમિયાન છેલ્લા 83 દિવસોમાં AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ, કર્મચારીઓ સાથે માલધારીઓઓના ઘર્ષણ અને મારામારીના 32 જેટલા બનાવો બન્યા છે.


ગૌચરને લઈને માલધારી સમાજ રોષ


સરકારની રખડતા ઢોર નિયંત્રણની નવી પોલીસી અને ગૌચર જમીનને લઈને માલધારી સમાજ ભારે રોષ છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ઢોર નિયંત્રણની નવી પોલીસી જાહેર કરી હતી. આ મામલે માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ કહ્યું હતું કે આ લડત રખડતા પશુઓની નથી. નિર્દોષ લોકોનો અકસ્માતમાં જીવ જાય કે ઈજા થાય અને રોડ પર પશુઓ આવતા હોય તેની નથી. પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે, જેમને ડબ્બામાં પૂરવા જરૂરી છે, તેઓ ગૌચરની જમીન ગળી ગયા છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...