મંદિરમાં જતા ભક્તોને લઈ મદ્રાસ હાઈકોર્ટે એક નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ ફોન નહીં લઈ જઈ શકાય. મોબાઈલ ફોર્ન સાથે આવતા ભક્તોને મંદિરમાં એન્ટ્રી નહીં મળે. ભક્તોએ પોતાના મોબાઈલ મંદિર પરિસર બહાર રાખવા પડશે. મંદિર દ્વારા મોબાઈલ ફોનને રાખવાની વ્યવસ્થા કરવી પડશે. પૂજા સ્થળની પવિત્રતા અને ગરિમા જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.
હવેથી મંદિરોમાં મોબાઈલ સાથે નહીં કરી શકાય પ્રવેશ
દેશના અનેક મંદિરોમાં, મોબાઈલ લઈ મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ત્યારે મદ્રાસ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે અંતર્ગત તમિલનાડુના મંદિરોમાં હવેથી મોબાઈલ સાથે એન્ટ્રી નહીં કરી શકાય. હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે, મંદિરોમાં ભક્તો દ્વારા મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટનું કહેવું છે કે, આ પગલું એટલા માટે લેવામાં આવ્યો છે કે ધાર્મિક સ્થળની પવિત્રતા જળવાઈ રહે. લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે મંદિરોમાં ફોન ડિપોઝીટ લોકરની વ્યવસ્થા કરવાની રહેશે, જેથી આવનાર ભક્તોના ફોન સચવાયેલા રહે.