દિલ્લીઃ લીવઈનમાં રહ્યા બાદ લગ્ન માટે દબાણ કર્યું તો આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી નાખ્યા


  • Published By :
  • Published Date : 2022-11-14 13:45:16

દિલ્લીમાં યુવકે પાંચ મહિના પહેલા લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વાકરની હત્યા કરી અને તેના મૃત શરીરને ગાયબ કરનાર આરોપી અમીન પુનાવાલાની પોલીસે ધરપકડ કરી છે. આ યુવકે શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કરી દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસ આરોપી આફતાબ સામે હત્યાની ફરિયાદ કરીને યુવતીનું મૃત શરીર શોધવા તપાસ કરી રહી છે. 


પ્રેમિકાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિસ્તારોમાં ફેંક્યા

આરોપી આફતાબે પોતાની લીવ ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કર્યા હતા. આ ટુકડાઓ આફતાબે દિલ્લીના અલગ અલગ વિસ્તારમાં ફેંકી દીધા હતા. 8 નવેમ્બરે 59 વર્ષના વિકાસ મદાન વાકરે પોતાની પુત્રી ગાયબ થવાની દિલ્લી પોલીસમાં ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે 26 વર્ષની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી તેમની પુત્રા ગાયબ થઈ ગઈ છે. ગાયબ થયા બાદ શ્રદ્ધા આફતાબ સાથે લીવઈનમાં રહેવા લાગી હતી. 


શ્રદ્ધાને લગ્નનો દબાવ કરતા મળ્યું મોત

લીવઈનમાં રહ્યા બાદ શ્રદ્ધા આફતાબ પર લગ્નનું પ્રેશર કરતી હતી. આ જ મામલે બંનેના સતત ઝઘડા થતા હતા. 18 મેના રોજ ઝઘડો થયા બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યા કર્યા બાદ આફતાબે શ્રદ્ધાના શરીરના ટુકડા કરીને દિલ્લીના વિવિધ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. દિલ્લી પોલીસે આફતાબને પકડ્યા બાદ 18 દિવસ સુધી શ્રદ્ધાના શરીરના ટુકડાઓ કર્યા હતા અને ફેંકી દીધા હતા. શ્રદ્ધાના શરીને સાચવવા માટે આફતાબે મોટું ફ્રીજ લઈ રાખ્યું હતું.  






વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...