સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. અનેક વખત ભાજપ અને કોંગ્રેસ સાંસદોના હોબાળાને કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લંડનમાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણને લઈ ભારતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપ માગ કરી રહી છે કે રાહુલ ગાંધી માફી માગે તો બીજી તરફ કોંગ્રેસ અદાણી મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માગ કરી રહી છે. સત્રમાં અનેક વખત ભાજપ અને કોંગ્રેસના સાંસદો આમને સામને આવી ગયા છે ત્યારે ભારે હોબાળાને કારણે બંને ગૃહોને સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.
નાગરિકોને સ્પર્શતા સવાલો ક્યારે ઉઠશે સંસદમાં?
અનેક મુદ્દાઓને લઈ સંસદમાં ચર્ચાઓ થતી હોય છે. દેશવાસીઓને આશા હોય છે કે સત્રમાં લોકોના હિત માટે નિર્ણય લેવાય. લોકો અનેક મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વધતી મોંઘવારી, બેરોજગારી, વધતા અપરાધો સહિતના વિષયો પર ચર્ચા કરવામાં આવે પરંતુ જ્યારે સત્ર પાંચમા દિવસે પણ હોબાળાને કારણે સત્ર સ્થગિત કરવામાં આવે તો નાગરિકોના પૈસાનું પાણી કરી રહ્યા છે.