સ્થાનિકોએ આર્મીના જવાનને એવા માર્યા કે હાથ પગ તોડી નાખ્યા! જાણો ક્યાં બની આ ઘટના અને શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-05 17:28:52

જ્યારે આપણે દેશની સીમાની સુરક્ષા કરતા આર્મી જવાનને જોઈએ છીએ ત્યારે આપણી છાતી ગૌરવાંગિત થઈ જતી હોય છે. એક જવાન પોતાના દેશ માટે પોતાનું આખું જીવન અર્પી દે છે. પણ આજે સમાચાર આવ્યા તે દેશભક્તને આઘાત પહોંચાડી શકે છે. સમાચાર એ છે કે અમરેલીના નાની કુંડળ ગામે આર્મીના જવાનને સ્થાનિક લોકોએ એટલે ઢોર માર માર્યો હતો કે તે હાલ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમના બંને પગ ફ્રેક્ચર થઈ ગયા છે અને તેમના સાથીદારોને પણ ઢોર મારવામાં આવ્યો છે. 


શું છે સમગ્ર ઘટના?

અમરેલીમાં ગ્રામજનોએ આર્મી જવાનને માર્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. સ્થાનિકોએ એટલો માર માર્યો કે સારવાર માટે આર્મી જવાનને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ વિગતવાર વાત કરીએ તો ઈડીએફ રીન્યુબલ એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીએ 2021માં રાયપર ગામના શીવકુભાઈ ગોવાળિયાની બાવન વીર એન્ટરપ્રાઈઝને પવનચક્કીની સિક્યુરીટી, વાહનો અને મેન પાવર કોન્ટ્રાક્ટ આપ્યો હતો. 


શીવકુભાઈ ગોવાળિયા સરખી રીતે સર્વિસ આપતા નહોતા તો કંપનીએ તેમને ફોન કરીને સરખી કામગીરી કરવા કહેતા રહેતા પણ શીવકુભાઈ કંપનીનું કોઈ કામ કરતા ન હતા અને કંપનીને હેરાન કરતા હતા. કંપનીએ કડકાઈથી કહ્યું હતું  તો શીવકુભાઈ ગુસ્સે ભરાઈ ગયા હતા અને પવનચક્કી જ બંધ કરાવી દીધી હતી. શીવકુભાઈના હોબાળાના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે કંપનીના અધિકારીઓ દિલ્હીથી અમરેલીના નાની કુંડળના સબસ્ટેશન ઉપર નિરીક્ષણ માટે મુલાકાત કરવા ગયા હતા. 


કંપનીના સાહેબો આવવાના છે તે વાતની જાણ રવિ ગીડાનામના વ્યક્તિએ શીવકુભાઈને ફોન કરીને કહી દીધું હતું અને બધાએ મળીને કંપનીના લોકોને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. જ્યારે કંપનીના લોકો ત્યાં પહોંચ્યા હતા. ત્યારે ધારિયા, લોખંડના પાઈપ, લાકડી, છરી અને ખંજર જેવા હથિયારથી 10-12 આરોપીઓએ હુમલો પૂર્વ આર્મી અધિકારી કનવરજીતસિંહ સહિત બે અધિકારીઓ પર કર્યો હતો. આરોપીઓએ કંપનીના લોકોને એવો માર માર્યો હતો કે તેમના બંને પગમાં ફ્રેક્ચર થઈ ગયા છે અને બે બીજા અધિકારીને શરીરના અનેક ભાગો પર ઈજા થયેલી છે. 


ઈડીએફના અધિકારીઓની વાત કરીએ તો તેમના નામ કનવરજીતસિંહ, કિશન કુમાર, ઓમકાર સિંહ છે. હુમલો કરનારમાં શિવકુભાઈ ગોવલિયા, રાજકુભાઈ ગોવલિયા, મંગુભાઈ ગોવલિયા, હરેશભાઈ ગીડા, રવિ ગીડા, વનરાજ વાળા, સત્યવ્રત ગીડા, પ્રતાપ ગીડા, અજીત ગીડા  અને આરબી ખાચર સહિત ચાર પાંચ લોકોનું નામ છે. આ લોકોએ લાકડી, લોખંડના સળિયા, છરી, ધારિયા, ખંજર જેવા હથિયારોથી કનવરજીતસિંહ, કિશનકુમાર અને ઓમકાર સિંહ પર હુમલો કર્યો હતો. સ્થાનિક લોકોએ તેમને મારી મારીને અધમૂઆ કરી દીધા હતા. અને માર મારીને ભાગી ગયા હતા. 


આર્મી જવાન પર કેવી રીતે કોઈ ઉપાડી શકે હાથ?

હુમલામાં કનવરજીતસિંહને બંને પગમાં જોરદાર ઈજાઓ થઈ છે. ઓમકાર અને કિશન કુમારને માથામાં અને શરીરમાં અનેક ઈજાઓ થઈ છે. ત્રણેય અધિકારીઓની હાલ રાજકોટમાં સારવાર ચાલી રહી છે. અમરેલી પોલીસે 307 કલમ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, હાલ આરોપીઓ પોલીસ પકડની બહાર છે અને પોલીસ આરોપીઓને પકડવા પ્રયાસ કરી રહી છે. ઘટનાની જાણ થતા આર્મીના બીજા અધિકારીઓએ પણ અવાજ ઉઠાવ્યો હતો કે આર્મીના જવાન પર કોઈ કેમ હાથ ઉઠાવી શકે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?