મોરબી દુર્ઘટના મામલે આવતીકાલ સુધીમાં જવાબદારોના નામોની લિસ્ટ સોંપાશે


  • Published By :
  • Published Date : 2022-10-31 10:44:47

મોરબી ખાતે ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે જે અધિકારીઓને સમિતિ બનાવીને ઘટનાસ્થળે નિરીક્ષણની જવાબદારી આપી છે તે અધિકારીઓ દસ્તાવેજોની ચકાસણી બાદ મોરબી દુર્ઘટનાના જવાબદારોની ભૂમિકા નક્કી કરી રિપોર્ટ આપશે. આવતીકાલે જેટલા પણ લોકો જવાબદાર છે તેમની ભૂમિકાની માહિતીની લિસ્ટ સોંપી દેવામાં આવશે, સ્થાનિક સમાચારોની માનીએ તો લિસ્ટમાં 150થી વધુ લોકોના નામ સામે આવી રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે. 


રાજ્ય સરકારની સમિતિ આવી રીતે કરી રહી છે કામગીરી 

મોરબીનો ઝુલતો પુલ તૂડી પડવા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમિટી બનાવી છે તે કમિટીના સભ્ય અને સીઆઈડી ક્રાઈમ આઈજી સુભાષ ત્રિવેદી ગાંધીનગરથી મોરબી પહોંચ્યા છે. આ દુર્ઘટના માટે કુલ પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. ઘટના બાદ ગુજરાતના લો એન્ડ ઓર્ડરના વડા નરસિંહમા કોમાર બચાવ કામગીરી માટે સંકલન કરી રહ્યા છે અને બચાવકામગીરી માટે નિર્દેશ આપી રહ્યા છે. આ પાંચ સભ્યોની સમિતિમાં આર એન્ડ બીના સેક્રેટરી સંદીપ વસાવા, આઈએએસ અધિકારી રાજકુમાર બેનીવાલ, આઈપીએસ અધિકારી સુભાષ ત્રીવેદી, મુખ્ય એન્જિનિયર કે એમ પટેલ અને ડોક્ટર ગોપાલ ટાંકને જવાબદારી સોંપાઈ છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...