બોરવેલમાં ફસાઈ માસુમની જીંદગી! જામનગરમાં બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, હાથ ધરાઈ રેસ્ક્યુની કામગીરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-03 12:57:28

બાળક રમતા રમતા અનેક વખત એવી મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે જેને કારણે તેમનો જીવ જોખમમાં મૂકાઈ જતો હોય છે. કોઈ વખત બાળક સિક્કો ગળી જાય છે તો કોઈ વખત રમતા રમતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે જામનગરના તમાચણ ગામમાં અઢી-ત્રણ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. રમતા રમતાં 40 ફૂટ ઉંડા બોરવેલમાં ફસાઈ ગઈ હતી. ત્યારે બાળકીનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે. ઓક્સિજન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. 

ખુલ્લા બોરવેલમાં બાળકી ફસાઈ.

(ખુલ્લા બોરવેલમાં પડી બાળકી)  

ગ્રામજનો સહિતનાઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

(બાળકીને બચાવવા શરૂ કરાયું રેસ્ક્યુ)

બોરવેલમાંથી બાળકી બહાર કાઢવા હાથ ધરાયું રેસ્ક્યુ!    

બોરવેલમાં નાના બાળકો ફસાયા હોવાની ઘટના સામે આવી રહી છે. રમતા રમતા બાળક મુસીબતમાં ફસાઈ જતા હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના જામનગરના તમાચણા ગામે આવેલા વાડી વિસ્તારમાં સર્જાઈ છે. રમતા રમતા અઢી-ત્રણ વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ અને ફસાઈ ગઈ હતી. બાળકીને બચાવા ફાયરવિભાગની ટીમ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. જે બોરવેલમાં બાળકી પડી ગઈ છે તે 40 ફૂટ ઉંડો છે. મળતી માહિતી અનુસાર બાળકી હાલ 20 ફૂટ નીચે ફસાયેલી છે. બચાવ ટીમ બાળકીને બચાવવા કામગીરી કરી રહી છે. ઓક્સિજન પહોંચાડવાની કામગીરી કરાઈ હી છે. બોરવેલમાં બાળકી ફસાઈ જતા આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.         

રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

આ રીતે બાળકીને બચાવાશે!

જે બાળકી બોરવેલમાં પડી ગઈ તે શ્રમિક પરિવારની દીકરી છે. મળતી માહિતી અનુસાર પરિવાર ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે. પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. બાળકી રમતી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. બાળકીને બચાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. અગાઉના કિસ્સાઓમાં બાળકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં  આવ્યા છે. ત્યારે આ બાળકીને પણ સુરક્ષિત રીતે બચાવી લેવાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર બોરવેલમાં ફસાયેલી બાળકીને બચાવવા સાઈડમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે.  




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...