વિધાનસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે અરવિંદ કેજરીવાલ અને આપ રોજ ચર્ચામાં હોય છે ત્યારે આજે ફરી એક વિવાદની વાત સામે આવી છે તાજેતરમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાહોદમાં જનસભાને સંબોધી હતી. આ સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવાયાનો આક્ષેપ AAPના જ કાર્યકરો કરી રહ્યા છે. તાજેતરમાંજ PM મોદી વિશે આપત્તિજનક શબ્દો ઉચ્ચારતા ગોપાલ ઈટાલિયાનો વીડિયો સામે આવતા ભારે ઉહાપોહ મચ્યો હતો.
કેટલી ગાડીઑ મોકલવામાં આવી હતી ?
દાહોદ ખાતે અરવિંદ કેજરીવાલની સભા યોજવામાં આવી હતી. જેમાં સભામાં મોકલેલી ગાડીઓનું ભાડું ન ચૂકવતા કાર્યકરોમાં રોષ પ્રવર્તિ રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક બાજુ ગેરંટી કાર્ડ વિતરણ કરી લોકોને રિજવી રહી છે, બીજી બીજુ પાર્ટીના જ કાર્યકરોની જ ગેરંટી કોઈ લેવાં તૈયાર નથી. ગાડીના માલિક ભાડું માંગવા ફોન કર્યા તો પાર્ટીના હોદેદારોએ ફોન સ્વીચ ઓફ કરવાના પણ આક્ષેપ લગાવમાં આવી રહ્યા છે. ભાડું ન ચૂકવતા કાર્યકરો અને અને ગાડીના માલિક નારાજ થયા છે.
કેટલું ભાડું બાકી ?
આ ગાડીઓ માટે અંદાજિત પંદર લાખ ઉપરની રકમ ચૂકવવાની થતી હતી. એવામાં છેલ્લાં સમયે પૈસા ન મળતાં વાહન ચાલકો દુવિધામાં મૂકાયા છે. પરિણામે સંતરામપુર વિધાન સભામાં વાહન ચાલકો, AAના કાર્યકરો, તેમજ પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.