ECIની નિમણૂક માટે બનાવવામા આવેલા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો, 12 જાન્યુઆરી એ થશે સુનાવણી


  • Published By :
  • Published Date : 2024-01-10 15:38:29

સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે એક અલગ સ્વતંત્ર પસંદગી સમિતીની રચના કરવાની માગ કરવામાં આવી છે. કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે બનેલા નવા કાનુનને પડકારવમાં આવ્યો છે. આ મામલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટીસ દીપાંકરની બેન્ચ સુનાવણી કરશે. 


અરજીમાં શું માગ કરાઈ?

 

એક જાહેર હિતની અરજીમાં અરજીકર્તાઓએ ચૂંટણી કમિશનરોની પસંદગી અંગે સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા સુધારા પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. તે સાથે જ અરજીકર્તાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકમ માટે એક પસંદગી કમિટીની રચના કરવા તથા તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાઘિશને સામેલ કરવાની પણ માગ કરવામા આવી છે.    


સરકારે બદલ્યો હતો ફેંસલો


ઉલ્લેખનિય છે કે 21 ડિસેમ્બરના રોજ લોકસભાએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સર્વિસ શરતોને વિનિયમિત કરવા માટે એક બિલ પસાર કર્યું હતું. કાયદા મંત્રી અર્જુન મેઘવાલે કહ્યું કે આ કાયદો સુપ્રીમ કોર્ટના એક ફેસલા બાદ લાવવામાં આવ્યો છે, ત્યાર બાદ 28 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિએ મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનર બિલ 2023 ને મંજુરી આપી હતી. આ નવા કાયદામાં સંસોધન બાદ મુખ્ય ચૂંટણી કમિશનર અને ઈલેક્શન કમિશનરોની નિમણૂક પેનલમાંથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશને હટાવીને તેમના સ્થાને પ્રધાનમંત્રી દ્વારા નિમવામાં આવેલા સભ્યને સામેલ કરવામાં આવ્યા છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...