પંજાબમાં આતંકી હુમલો થયો હોવાની જાણકારી મળી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારની મધરાત્રીએ તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે બિલ્ડીંગના કાચ તૂટી ગયા હતા. ઘટનાને પગલે પોલીસે તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મળતી માહિતી મુજબ ખાલિસ્તાની સંગઠનને આ હુમલાની જવાબદારી લીધી છે.
હુમલાની જવાબદારી ખાલિસ્તાની સંગઠને લીધી છે
પોલીસ સ્ટેશન પર રોકેટ લોન્ચર દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે જેમાં મોટુ નુકસાન થયાના સમાચાર નથી આવ્યા. આ હુમલાને કારણે કાચ તૂટી ગયા હતા. આ હુમલાને આરપીજી અટેક માનવામાં આવામાં આવી રહ્યો છે. આ ઘટનાને પગલે પોલીસે સમગ્ર વિસ્તારે સીલ કરી દીધો છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જો આ આતંકી હુમલો સીધો નથી થયો. આતંકી હુમલો સીધો નથી થયો જેને કારણે નુકસાન ઓછું થયું છે. આ આતંકી હુમલાની જવાબદારી ખાલિસ્તાની સંગઠન સીખ ફોર જસ્ટિસે લીધી છે.