ચીનમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણને લઈ વિશ્વના અનેક દેશોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે. અમેરિકા, જાપાન સહિતના દેશોમાં ચીનમાં કોરોના કેસ વધતા પ્રતિબંધો વધારી દેવામાં આવ્યા છે. જાપાનમાં શુક્રવારે ચીનથી આવતા લોકો માટે ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે.
જાપાનમાં કોરોના ટેસ્ટિંગ વધારાયા
કોરોના સંક્રમણને કારણે વિશ્વના દેશોની ચિંતામાં વધારો થયો છે. લાખોની સંખ્યામાં ચીનના લોકો સંક્રમિત થઈ રહ્યા છે. વધતા કોરોના સંક્રમણને કારણે જાપાન સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જાપાને શુક્રવારે ચીનથી આવતા યાત્રીકો માટે કોરોના ટેસ્ટ કરવાની ફરજ પાડી છે. જાપાનમાં પણ કોરોના સંક્રમણને કારણે લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અનેક લોકો પોતાની જાન પણ ખોઈ બેથા છે.
ચીન સરકારે પ્રતિબંધો હળવા કરાતા વધ્યા કેસ
ચીનમાં વધતા કોરોના કેસને કારણે વિશ્વના દેશો એક તરફ નિયંત્રણો લાદી રહ્યા છે. જાપાન, અમેરિકા સહિતના દેશોમાં કોરોના સંક્રમણને કારણે સ્થિતિ વણસે નહીં તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ ચીન સરકાર પ્રતિબંધો હળવા કરી રહી છે. ઝીરો કોવિડ પોલિસીનો લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ રસ્તા પર ઉતરી ચીન સરકારનો વિરોધ કર્યો હતો. વિરોધ વધતા ચીન સરકારે પ્રતિબંધો હળવા કરી દીધા છે. જેને કારણે કોરોના કેસમાં એકાએક વધારો થયો છે. લાખો લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે.