મહિલાઓને લાઈસન્સ વાળું હથિયાર આપવાની ગેનીબેને કરી માગ, મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો સંસદમાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-11 18:23:43

એક સમયે ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ આજકાલ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં મહિલાઓ પર બળજબરી કરવામાં આવતી હોય છે. મહિલાઓની સલામતી આજકાલ એક મહત્વનો મુદ્દો બની છે. ત્યારે આ અંગે ગેનીબેન ઠાકોરે ગૃહમાં મહિલાઓને હથિયાર આપવાની મંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો છે. આત્મરક્ષણ માટે મહિલાઓને બંદુક આપવાની માગ ગૃહમાં ગેનીબેન ઠાકોરે કરી છે. 


મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ગેનીબેને સંસદમાં ઉઠાવ્યો 

મહિલાઓ પર થતો અત્યાચાર એક ગંભીર મુદ્દો બન્યો છે. ગુજરાતમાં પણ મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે મહિલાઓની સલામતીને લઈ ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક રજૂઆત કરી છે. વિધાનસભાના સત્ર દરમિયાન ગેનીબેન ઠાકોરે દીકરીઓને આત્મરક્ષણ માટે સ્વનિર્ભર બને તેવા આશયથી મહિલાઓને બંદુકનું લાયસન્સ આપવાની માગ કરી છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ મામલામાં માત્ર 10 ટકા જ  મહિલાઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે પરંતુ 90 ટકા ફરિયાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચતી નથી. 


મહિલાઓને લાઈસન્સ વાળા હથિયાર આપવાની કરી માગ!

અનેક વખત સમાજમાં બદનામીના ડરથી મહિલાઓ પર થતાં અત્યાચાર પ્રકાશમાં આવતા નથી. ત્યારે ભણતી દીકરીઓ તેમજ સ્વરોજગાર મેળવનાર મહિલાઓને સ્વરક્ષણ માટે તાલીમ આપવી જોઈએ. મહિલાઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરવામાં આવતી હોય છે. ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો કે મહિલાઓને સુરક્ષા માટે હથિયારની મંજૂરી આપવા સરકારે શું નિર્ણય કર્યો? 


હર્ષ સંઘવી પર પણ કર્યા પ્રહાર 

તે ઉપરાંત મહિલાઓએ આત્મ સુરક્ષા માટે પોતાની પાસે રિવોલ્વર રાખવી જોઈએ. ઉપરાંત તેમણે કહ્યુંકે મહિલાઓ વિરુદ્ધ ગુનામાં તાત્કાલિક ન્યાય મળે તે માટે પણ કામ કરવું જોઈએ. કાયદા વ્યવસ્થાને લઈને તેમણે કહ્યું કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. પોતાના સંબોધનમાં તેમણે હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા.        




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?