ગુજરાતમાં લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે.. શાળાઓમાં વિદ્યાર્થીઓ હોય છે પરંતુ અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકો જ નથી.. કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત આંદોલન કર્યા, સરકારને રજૂઆત કરી. સોશિયલ મીડિયા પર મૂહિમ ચલાવી પરંતુ કાયમી શિક્ષકોની ભરતી ના થઈ.. ટેટ ટાટ પાસ ઉમેદવાર એ હદે કંટાળ્યા છે કે તેમણે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને રજૂઆત કરી હતી..
પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાના અનેક પ્રયત્નો કર્યા..
ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કર્યા, રિવર્ઝ દાંડી યાત્રાનું આયોજન કર્યું.. તે સિવાય અનેક વખત સચિવાલયને ઘેરવાનો પ્રયત્ન કર્યો.. જ્યારે જ્યારે ધરણા કરવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો જતા હતા ત્યારે ત્યારે તેમનું પોલીસ સાથે ઘર્ષણ થતું હોય તેવા સમાચાર સામે આવતા. આંદોલન, રજૂઆત, ધરણા અનેક વખત કરવામાં આવ્યા પરંતુ તેનો કોઈ ઉકેલ ના આવ્યો.
કાયમી શિક્ષકોની ભરતીને લઈ સી.આર.પાટીલને કરાઈ રજૂઆત
ઉમેદવારો આશા રાખીને બેઠા હતા કે ટેટ ટાટ પાસ કરી શિક્ષક બનીશું અને વિદ્યાર્થીઓને ભણાવીશું.. પરંતુ ટેટ ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં નથી આવતી.. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર કરી રહ્યા છે. પોતાની રજૂઆત કરવા માટે એક ઉમેદવારે સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને તેમની વ્યથા રજૂ કરી હતી. વૈકલ્પિક વ્યવસ્થાને કાયમી કરવામાં આવી છે.. દર વખતે વાયદાઓ કરવામાં આવે છે પરંતુ ધીરે ધીરે કરવામાં આવેલા વાયદાઓ ભૂલાઈ જાય છે.. લોકોને adjust થવાની જાણે આદત થઈ ગઈ હોય તેવું લાગે છે..