ગુજરાત વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક બિલ રજૂ કરવામાં આવતા હોય છે. સત્રમાં કોંગ્રેસ વાળા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. બેનરો સાથે કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા અનેક વખત દેખાયા છે. ત્યારે આજે ફરી એક વખત કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે સરકારની અનેક યોજનાનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટેટ-ટાટના ઉમેદવારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે તે માટે તેનો મુદ્દો કોંગ્રેસના ધારસભ્યો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જ્ઞાન સહાયક ઉપરાંત કોમન યુનિવર્સિટી એક્ટને લઈને પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા જબરજસ્તી લાદી દેવામાં આવેલ "જ્ઞાન સહાયક યોજના" અને "કોમન યુનિવર્સિટી એકટ" અંગે આજે સાથી ધારાસભ્યો સાથે વિધાનસભાની અંદર અને બહાર સરકારને ઘેરી અને વિરોધ નોંધાવ્યો.
— Arjun Modhwadia (@arjunmodhwadia) September 16, 2023
જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવા અને ગુજરાતની સરકારી યુનિવર્સિટીની સ્વાયતતા ઝુંટવી લઇને… pic.twitter.com/RmndGLfF2c
કોંગ્રેસના ધારાસભ્યોએ ઉઠાવ્યા છે અલગ અલગ મુદ્દા
ગુજરાતમાં ભાવિ શિક્ષકો એટલે કે ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહી છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે ઉમેદવારો ઘણો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસના ધારાસભ્યો આવ્યા છે. ચોમાસા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. અદાણીનો મુદ્દો ઉઠાવ્યો છે, જમીન કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જ્ઞાનસહાયકનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. બનેરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.