બિહારમાં લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોત થયા હતા. બિહારમાં દારૂબંધી છે. આ ઘટનાને લઈ સંસદમાં પણ હોબાળો મચી રહ્યો છે. આ મામલો બિહાર વિધાનસભામાં પણ ઉઠી રહ્યો છે. આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનાર લોકો અંગે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે કહ્યું હતું કે જે દારૂ પીશે એ મરશે. તેમણે કહ્યું કે અમે રાષ્ટ્રપિતા બાપુએ બતાવેલા માર્ગ પર ચાસી રહ્યા છીએ। અન્ય રાજ્યોમાં ઝેરી દારૂ પીવાથી લોકોના મોત થઈ રહ્યા છે.
દારૂ પીને મૃત્યુ પામનારને નહી અપાય વળતર
દેશના અનેક રાજ્યોમાં દારૂબંધી છે. બિહારમાં પણ દારૂબંધી છે. થોડા સમય પહેલા બિહારમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે. આ મોત પર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે નિવેદન આપ્યું હતું કે જે દારૂ પીશે તે મળશે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને વળતર આપવા અંગે તેમણે કહ્યું કે દારૂ પીધા બાદ જો કોઈનું મૃત્યુ થશે તો વળતર આપવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે કોઈ પણ ધર્મમાં દારૂ પીવો સારો નથી. રાજ્યમાં ગરીબોના ઉત્થાન માટે કામ કરવામાં આવી રહ્યું છે. ગરીબોને કામ કરવા લાખ રૂપિયા આપી રહ્યા છીએ કે તમે કામ કરો પરંતુ લોકો દારૂ પી રહ્યા છે. પ્રતિબંધએ મુદ્દો નથી, પરંતુ તેનો ખોટો ફાયદો લઈ રહ્યા છે.