વિધાનસભામાં ઉઠ્યો Ahmedabadની હોસ્પિટલનો મુદ્દો જે આયુષ્યમાન કાર્ડની માન્યતા હોવા છતાંય દર્દી પાસેથી પૈસા પડાવે, દંડની રકમ જાણી તમે ચોંકી જશો, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-15 13:04:00

દરેક નાગરિકને સારી શિક્ષા અને સારૂં આરોગ્ય મેળવવાનો અધિકાર છે. લોકો સારી આરોગ્ય સુવિધા પ્રાપ્ત કરી શકે તે માટે સરકારે આયુષ્માન કાર્ડની શરૂઆત કરી હતી. ગરીબ દર્દીઓને પણ સારી સારવાર મળે તે માટે આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ અનેક હોસ્પિટલો એવી છે જ્યાં દર્દી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ દર્દી પાસેથી પૈસા ખંખેરવામાં આવે છે. વિધાનસભામાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભામાં આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી હતી. 


આયુષ્માન કાર્ડની માન્યતા હોવા છતાંય દર્દીઓ પાસેથી હોસ્પિટલે લીધા પૈસા 

વિધાનસભામાં અમદાવાદની હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ હોવા છતાંય દર્દી પાસેથી પૈસા લેવામાં આવે છે તે પ્રશ્ન ઉઠ્યો હતો. જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે તેમને અનેક ફરિયાદો મળી છે જેમાં આયુષ્માન કાર્ડની માન્યતા હોવા છતાયં હોસ્પિટલ દર્દી પાસેથી પૈસા વસૂલે છે. છેલ્લા બે વર્ષમાં આ મામલે 56 ફરિયાદો મળી છે. ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં લાભાર્થીઓ અને હોસ્પિટલ સંચાલકો સાથે વાતચીત કરવામાં આવી હતી. રૂબરૂ બોલાવીને રજૂઆત સાંભળવામાં આવી હતી. જો રજૂઆત યોગ્ય લાગે તો કાર્યવાહી કરવામાં આવી હતી.


અમદાવાદની અનેક હોસ્પિટલોને ફટકારાયો દંડ

આ બાદ હોસ્પિટલો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલી ફરિયાદોમાંથી અને સાચી સાબિત થયેલી  ફરિયાદોના આધારે અમદાવાદની 26 હોસ્પિટલો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ હોસ્પિટલો એવી છે જે આયુષ્માન કાર્ડની માન્યતા ધરાવે છે તે છતા પણ આયુયષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ પાસેથી પૈસા વસૂલે છે. નોટિસ આપી 8.04 લાખનો દંડ હોસ્પિટલ પાસેથી વસૂલવામાં આવ્યો છે. સૌથી વધારે 407700નો દંડ શિવાલિક હોસ્પિટલ પાસેથી વસૂલવામાં આવ્યો છે. 


આ હોસ્પિટલોના નામનો છે સમાવેશ 

તે ઉપરાંત એઈમ્સ પાસેથી 114790નો દંડ વસૂલવામાં આવ્યો છે. જીસીએસ પાસેથી 66914, નરાડોમાં આવેલી શેલ્બી હોસ્પિટલ પાસેથી 36950 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ લીસ્ટમાં તપન, સિંધુ ભવન, આઈકેડીઆરસી, ગ્લોબલ, આનંદ સર્જિકલ, આસ્થા ઓર્થોપેડીક, હેલ્થ વન, અર્થમ, ભાગ્યોદય, નરિત્વા હેલ્થકેર, કોઠિયા, પાર્થ, પીએસચી કુમારખાન, રાજસ્થાન હોસ્પિટલ, રૂક્ષ્મણી હોસ્પિટલ, સંત મુનિ સેવા, એસવીપી, શક્તિ જનરલ હોસ્પિટલ, શાલીન હેલ્થ કેર, એએમટી અને કેન્સર હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ હોસ્પિટલો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે જે કુલ 8 લાખનો થાય છે. 


હોસ્પિટલ પાસેથી લેવાયો 300 રૂપિયાનો દંડ

આરોગ્ય વિભાગે કાર્યવાહીના રૂપે હોસ્પિટલો પાસેથી દંડ વસૂલ્યો છે. પરંતુ અનેક હોસ્પિટલો પાસેથી જે રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે તે આશ્ચર્જનક છે. આંકડો વાંચીને તમને વિશ્વાસ નહીં થાય. કાર્યવાહીના રૂપે અનેક હોસ્પિટલો પાસેથી 300 રુપિયા વસૂલવામાં આવ્યા તો કોઈ હોસ્પિટલ પાસેથી 600 રુપિયા વસૂલવામાં આવ્યા. 


નજીવો દંડ લઈ આરોગ્ય વિભાગ આપે છે હોસ્પિટલોને પ્રોત્સાહન!

રાજસ્થાન હોસ્પિટલ પાસેથી 300 રૂપિયાનો દંડ વસૂલાયો, એમએમટી હોસ્પિટલ પાસેથી 400 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો, જ્યારે રૂક્ષ્મણી હોસ્પિટલ પાસેથી 600 રૂપિયાનો, શાલીન હોસ્પિટલ તેમજ ગુજરાત કેન્સર હોસ્પિટલ પાસેથી 600 રુપિયા દંડ તરીકે વસૂવામાં આવ્યા છે. હોસ્પિટલોને જે રકમનો દંડ ફટકારવામાં આવ્યો તે તો હેલ્મેટ ન પહેરી વાહન ચલાવીએ તેનાથી પણ ઓછો છે. દર્દી પાસે પૈસા તો પડાવ્યા પરંતુ દંડ રૂપે માત્ર આટલા પૈસા ભર્યા.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...