આણંદના કલેક્ટર ડી એસ ગઢવી તેમની ચેમ્બરમાં એક મહિલા સાથે કઢંગી હાલતમાં કેમેરામાં કેદ થયા બાદ રાજ્ય સરકારે નીતિ ભ્રષ્ટતાના અને શિસ્ત ભંગને લઈને સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારથી આ મામલો ગરમાયો હતો. આ કેસમાં નવા નવા અપડેટ સામે આવી રહ્યા હતા. કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવા મામલે ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું. આ મામલે એટીએસે કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ કરી હતી અને તે બાદ તેમને એસપી ઓફિસ મોકલવામાં આવ્યા હતા.
કેતકી વ્યાસે ઘડ્યું હતું ષડયંત્ર
સોશિયલ મીડિયા પર આણંદ જિલ્લા કલેક્ટરનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ કલેક્ટરને સસ્પેન્ડ કરી દીધા હતા. આ કેસમાં નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ગુજરાત એટીએસએ આ મામલે કેતકી વ્યાસ, હરેશ ચાવડા તેમજ જે.ડી.પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. પૂછપરછ દરમિયાન એવી માહિતી સામે આવી હતી જેણે હડકંપ મચાવી દીધો છે. કલેક્ટર ડી.એમ. ગઢવીને ફસાવવા માટે ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. મહિલા ADM કેતકી વ્યાસે ષડ્યંત્ર રચ્યું હતું.
પૂછપરછ દરમિયાન ત્રણેચ લોકોએ કબૂલ્યો પોતાનો ગુન્હો
કલેક્ટરની ગેરહાજરી દરમિયાન તેમના કેબિનમાં કેમેરો લગાવવામાં આવ્યા.કલેક્ટરને ફસાવવા માટે અનેકવાર પ્રયાસ કર્યા હતા ત્યારે આ પ્રયાસ સફળ થયો અને કલેકટરનો વીડિયો વાઇરલ થયો. આ ઘટનામાં કેમેરો ખરીદવાથી લઈ યુવતીઓની વ્યવસ્થા કરવાનું કામ બધુ પ્લાન હતું અંતે કલેક્ટર અશ્લિલ હરકતમાં કેમેરામાં કેદ થયા હતા. એટીએસની પૂછપરછમાં કેતકી વ્યાસ સહિત ત્રણેયે ગુનો કબૂલ્યો છે.પ્રાથમિક માહિતી મુજબ પૈસાની બબાતે કલેકટરને કોઈ ઓફર આપવામાં આવી હતી કલેકટરે એ નકારી દીધી હતી. પછી કલેકટરના કેબિનમાં સ્પાય કેમેરા ગોઠવી કલેકટરને 2 વાર ફસાવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને પછી ત્રીજી વારમાં તે સફળ થયા હતા.
વીડિયો વાયરલ થયા બાદ સરકાર આવી ગઈ હતી એક્શન મોડમાં
સમગ્ર ઘટના શું હતી તેના પર નજર કરીએ તો આણંદ કલેક્ટરનો એક મહિલા સાથે અશ્લીલ વિડિયો વાયરલ થયો હતો. વીડિયો 10 જાન્યુઆરીએ શૂટ થયો હતો. 3.30 મીનિટનો આ વીડિયો છે. વીડિયોમાં કલેક્ટરની કેબિનમાં એક ગ્રીન પંજાબી ડ્રેસમાં સજ્જ મહિલા આવે છે. મહિલાને જોતાં જ કલેક્ટર ગઢવી તેમની સાથે અડપલાં કરે છે. આ વાંધા જનક વીડિયો વાયરલ થયા બાદ સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ મુખ્યમંત્રીને કરવામાં આવી, તાત્કાલિક ધોરણે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવ્યા હતા.