ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે તે વાત હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે... ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે તેવી વાતો ચાલી રહી છે. થોડા દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાનો એક વીડિયો સામે આવ્યો હતો ત્યારે તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે.. નવા વીડિયોમાં તેમણે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ઉલ્લેખ કર્યો હતો.
થોડા દિવસ પહેલા જવાહર ચાવડાનો વીડિયો આવ્યો હતો સામે
નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો આ વાતને સાચા સાબિત કરી રહ્યા છે. ભાજપમાં બધુ ઠીક નથી તેવી વાતો ઘણા સમયથી કરવામાં આવી રહી છે.. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આંતરિક વિખવાદ નડ્યો છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. ઉમેદવારો જાહેર કર્યા બાદ ઉમેદવારને બદલવા પડ્યા.. ભાજપના જૂના નેતાઓ નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા જવાહર ચાવડાનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે મનસુખ માંડવિયાને લઈ નિવેદન આપ્યું હતું.. વીડિયોમાં તે જાણે ભાજપથી નારાજ હોય તેવું દેખાઈ રહ્યું હતું.
શક્તિસિંહ ગોહિલે જવાહર ચાવડા મામલે આપી પ્રતિક્રિયા
આ વીડિયોની ચર્ચાઓ થવાની શાંત ના થઈ હતી ત્યાં તો તેમનો એક બીજો વીડિયો સામે આવ્યો જેમાં તેમણે નીતિન પટેલ તેમજ આનંદી બેન પટેલનો ઉલ્લેખ કર્યો. તેમણે કેટલા કામો કર્યા છે તેની વાત કરી હતી મહત્વનું છે કે જવાહર ચાવડાનો વીડિયો સામે આવ્યો તે બાદ અનેક તર્ક વિતર્કોની ચર્ચા થઈ.. જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે તેવી વાતોની ચર્ચાઓ શરૂ થઈ..આ બધા વચ્ચે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે આ તો હજુ ટ્રેલર છે પણ પિક્ચર આખું બાકી છે...
ગમે ત્યારે રાજનેતાઓ કરી લેતા હોય છે પક્ષપલટો
મહત્વનું છે કે રાજનેતાઓ આજે કઈ પાર્ટીમાં હોય અને આવતી કાલે કઈ પાર્ટીમાં હોય તેનું નક્કી નથી હોતું. નેતા ક્યારે પક્ષ પલટો કરી લેતા હોય છે તેની ખબર પણ નથી હોતી.. થોડા સમય પહેલા ગુજરાતમાં પક્ષપલટાની મૌસમ આવી હતી જેમાં ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને એ વિધાનસભા બેઠક પર ફરી એક વખત ચૂંટણી યોજાઈ હતી. ત્યારે જવાહર ચાવડા ઘરવાપસી કરે છે કે નહીં તે તો સમય બતાવશે..