તુર્કી અને સિરીયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં હજારો લોકોના મોત થયા છે. અનેક લોકો બેઘર થયા છે. ત્યારે રાહત બચાવની કામગીરીમાં ભાગ લેવા ભારતની ટીમ ગઈ હતી.ઓપરેશન દોસ્ત અંતર્ગત ભારતની એનડીઆરએફની ટીમ રેસ્ક્યુની કામગીરી કરવા પહોંચી હતી. થોડા દિવસ પહેલા ત્યાં ગયેલી ટીમોનું ભારતમાં આગમન થયું હતું ત્યારે એનડીઆરએફની છેલ્લી ટીમ પણ ભારત આવી પહોંચી છે.
રેસ્ક્યુની છેલ્લી ટીમ ભારત પરત ફરી
6 ફેબ્રુઆરીના રોજ વિનાશકારી ભૂકંપે તુર્કી અને સિરીયામાં તારાજી સર્જી છે. થોડા સમય પહેલા આવેલા ભૂકંપને લઈ અનેક લોકો બેઘર થયા છે તો હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા છે. ત્યારે રેસ્ક્યુની કામગીરી કરવા ભારતમાંથી એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી હતી. બચાવની કામગીરી કરી ભારતની ટીમ પરત આવી છે. થોડા દિવસો પહેલા રેસ્ક્યુ ટીમ ભારત આવી પહોંચી હતી ત્યારે આજે છેલ્લી ટીમ ભારત આવી છે.
ઓપરેશન દોસ્ત અંતર્ગત ચલાવાયુ હતું ઓપરેશન
બંને દેશોમાં રેસ્ક્યુની કામગીરી કરવા ભારતે ઓપરેશન દોસ્ત ચલાવ્યું હતું. ભારતે તુર્કી અને સિરીયામાં રાહતની સામગ્રી પણ મોકલી હતી. પ્રભાવિત ક્ષેત્રોમાં ભારતના બે હજારથી વધારે જવાનો તૈનાત કર્યા હતા. રેસ્ક્યુની કામગીરી થઈ રહી હતી ત્યારે અનેક ભાવુક કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જે બાદ ભારતની એનડીઆરએફની ટીમ ભારત પરત આવી હતી અને આજે છેલ્લી ટીમનું પણ ભારતમાં આગમન થઈ ગયું છે.