ભારત અને કેનેડામાં સંબંધોમાં સતત તણાવ આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે મામલો શાંત થવાને બદલે મામલો સતત વધતો જઈ રહ્યો છે. કેનેડાના પીએમે સંસદમાં સંભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે હરદીપની હત્યા પાછળ ભારતનો હાથ હોઈ શકે છે. આ નિવેદન બાદ ભારત દ્વારા ત્વરીત એક્શન લેવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
કેનેડિયન નાગરિકોને નહીં આપવામાં આવે વિઝા!
કેનેડા દ્વારા ભારતના રાજદ્વારી પવન વર્માને આ મામલે સંડોવણીના આક્ષેપો સાથે મોકલી દેવામાં આવ્યા હતા. તે બાદ ભારત દ્વારા પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલો હજી શાંત નથી થયો ત્યારે બીજા એક આતંકવાદીની હત્યા આજે ગોળીમારીને કરી દેવામાં આવી છે. બંને દેશોમાં ટેન્શન સતત વધી રહ્યું છે. આ બધા વચ્ચે ભારત સરકારે એક નિર્ણય લીધો છે. ભારત સરકારે કેનેડિયન નાગરિકો માટે અનિશ્ચિત સમય સુધી વિઝા બંધ કરવાનો નિર્ણય લીધો છે.
નોટિફિકેશન કર્યું જાહેર
ભારતે આ અંગે નિર્ણય કર્યો છે. આ મામલે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું ન હતું પરંતુ હવે કેનેડામાં વીઝી કેન્દ્રો મેનેજ કરનારા બીએલસી ઈન્ટરનેશનલે પોતાની વેબસાઈટ પર આ જાણકારી અપડેટ કરી છે . નોટિફિકેશનમાં લખવામાં આવ્યું કે ભારતીય મિશન તરફથી મહત્વપૂર્ણ સૂચના- ઓપરેશનલ કારણોથી ભારતની વિઝા સેવાઓ 21 સપ્ટેમ્બરથી આગલી સૂચના ન આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવ્યું છે.
#WATCH | MEA Spokesperson Arindam Bagchi says, "Yes, we've informed the Govt of Canada that there should be parity in strength in our mutual diplomatic presence. Their number is very much higher than ours in Canada... I assume there will be a reduction from the Canadian side." pic.twitter.com/4LIBeyhzBz
— ANI (@ANI) September 21, 2023