દેશમાં વધતા ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કેસ ચિંતાજનક! એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાએ અનેક નિયમોનું પાલન કરવાની આપી સલાહ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-07 13:07:28

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા અને અનેક લોકોના મોત પણ આને કારણે થયા હતા. ત્યારે દેશ પર H3N2નો ખતરો ઉભો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરદી-ખાંસી તેમજ તાવના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતા H3N2 કેસને લઈ એઈમ્સના પૂર્વ ડિરેક્ટરે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે. આ બીમારીથી બચવા માટે અનેક નિયમોનું પાલન કરવા કહ્યું છે. 


કોરોનાની જેમ ફેલાઈ શકે છે  H3N2? 

ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે  H3N2 પણ કોરોનાની જેમ ફેલાઈ રહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે એક તરફ દેશમાં કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે પરંતુ શરદી ખાંસી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા રાજ્યોમાં  H3N2ના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમણે કહ્યું કે  H3N2 એક પ્રકારનો ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે જે આપણને દર વર્ષે આ સમયે દરમિયાન જોવા મળે છે.  


H3N2થી બચવા આ નિયમોનું પાલન કરવાની આપી સલાહ 

H3N2ના દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેને લઈ ડો. ગુલેરિયાએ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે સાવચેતી તરીકે માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને શારીરીક અંતર જાળવવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ  H3N2ના વધી રહેલા કેસોને લઈ એક બેઠક બોલાવી હતી. 


લોકોમાં જોવા મળી રહ્યો છે ડર 

બે મહિનામાં મળેલા કેસની વાત કરીએ તો કોરોના મહામારી બાદ દેશના અનેક ભાગોમાં આ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ફ્લૂના વધતા કેસને લઈ લોકોમાં પણ ડર જોવા મળી રહ્યો છે. આ વાયરસમાં પણ કોરોના જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. બાળકોમાં આના લક્ષણો જોવા મળી રહ્યા છે. 


શું છે  H3N2ના લક્ષણો?

આઈસીએમઆરના રિપોર્ટ અનુસાર છેલ્લા બે ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ ફેલાઈ રહ્યો છે. જે કેસો નોંધાયા છે તેમના લક્ષણોની વાત કરીએ તો તેમાં દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે, શરીરમાં દુખાવો રહે છે ઉપરાંત માથું પણ દુખે છે. તે સિવાય ગળામાં બળતરા થવા અને બે ત્રણ અઠવાડિયા સુધી સતત ઉધરસ રહેવી. આ બધા લક્ષણો ફ્લુના માનવામાં આવે છે.      




વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..