દિવાળીની રાત્રે વડોદરામાં સાંપ્રદાયિક હિંસા થઈ હતી. ગુજરાતમાં આવી ઘટના પહેલીવાર નથી. ગુજરાતમાં તહેવારોના સમયે સાંપ્રદાયિક હિંસાના બનાવો બનતા જ રહે છે. આમ ગુજરાતને શાંત માનવામાં આવે છે પરંતુ જ્યારે સાંપ્રદાયિક વાત થાય ત્યારે પત્યું સમજો. ગુજરાતમાં દશેરા, રામનવમી અને નવરાત્રિના સમયે સાંપ્રદાયિક બનાવો બનતા રહ્યા છે......
દિવાળી પર બે જૂથ વચ્ચે થઈ હતી હિંસા
વડોદરામાં દિવાળીની રાત્રે પાણીગેટ વિસ્તારમાં મુસ્લીમ મેડિકલ સેન્ટર પાસે પથ્થરમારો થયો હતો અને આગ ચાંપવાનો બનાવો પણ બન્યા હતા. આ દુર્ઘાટનામાં આરોપીઓએ પોલીસની ગાડી પર પણ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો. પોલીસે 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. જ્યારે સીસીટીવીના આધારે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
નવરાત્રિમાં પણ થઈ હતી બબાલ
આની પહેલા નવરાત્રિમાં પણ ગુજરાતના બે શહેરોમાં સાંપ્રદાયિક હિંસાના બનાવો બન્યા હતા. ખેડામાં નવરાત્રિના આયોજન દરમિયાન પથ્થરમારો થયો હતો જેમાં દસથી વધારે લોકો ઘાયલ થઈ ગયા હતા. બીજી બાજુ સાવલીના વિસ્તારમાં પણ આવી જ ઘટના ઘટી હતી જેમાં અનેક ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
રામનવમી પર પણ થઈ હતી સાંપ્રદાયિક હિંસા
ગુજરાતના બે શહેરોમાં રામનવમીના જુલુસ દરમિયાન હિંસાના બનાવો બન્યા હતા. હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના જુલુસ દરમિયાન બે સમુહો વચ્ચે સાંપ્રદાયિક હિંસાનો બનાવ બન્યો હતો. આ દરમિયાન પણ બંને જૂથોએ એકબીજા સામે પથ્થરમારો કર્યો હતો. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે અન્ય કેટલાક ઘાયલ પણ થયા હતા.