ગુજરાતમાં પેપર ફૂટવું જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. ઘણા સમયથી પેપર ફૂંટ્યાના સમાચારો સામે આવી રહ્યા છે. કોઈ વખત જુનિયર ક્લાર્કનું પેપર ફૂટે છે તો કોઈ વખત ભાવનગરની યુનિવર્સિટીનું પેપર ફૂટ્યે છે. પરંતુ આપણે ત્યાં પેપર ફૂટવાની ઉત્ક્રાંતિ થઈ રહી છે. ફરી એક વખત પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. આ વખતે કોઈ ક્લાસ-3 કે યુનિવર્સિટીનું પેપર નથી ફૂંટ્યું પરંતુ ધોરણ 8નું પેપર ફૂંટ્યું છે. આણંદના મોગરી ગામે આવેલી જ્ઞાનયજ્ઞ વિદ્યાલયનું પેપર ફૂંટ્યું છે.
આઠમા ધોરણની વાર્ષિક પરીક્ષાનું પેપર થયું લીક!
થોડા સમય પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. તે બાદ ભાવનગરની યુનિવર્સિટીનું પેપર લીક થયા હોવાની ઘટના સામે આવી હતી.પહેલા ક્લાક-થ્રીનું પેપર ફૂંટતું હતું, તે બાદ યુનિવર્સિટીનું પેપર ફૂંટ્યું હતું ત્યારે હવે ધોરણ આઠનું પેપર ફૂંટ્યું છે. આ મામલો આણંદના મોગરી ગામે આવેલી જ્ઞાનયજ્ઞ વિદ્યાલયનો છે. આઠમા ધોરણના વાર્ષિક પરીક્ષાનું પેપર ફૂટી ગયું છે.
પ્રિન્સિપલે પેપર પોતાની ભત્રીજીને આપ્યું હતું!
મળતી માહિતી અનુસાર આ પરીક્ષાના પેપર નડિયાદના પ્રિન્સિપાલે તેની ભત્રીજીને મોકલ્યા હતા. ભત્રીજીને પેપર મોકલ્યા બાદ જે થયું તે ચોકાવનારૂં છે. આ ઘટનામાં લોચો એ થયો કે પ્રિન્સિપલની ભત્રીજીએ પેપર પોતાના સુધી રાખવાની જગ્યાએ ફ્રેન્ડ્સને શેર કરી દીધા. આમ પેપર શરૂ થાય તે પહેલા જ પેપરો વિદ્યાર્થીઓના મોબાઈલમાં પહોંચી ગયા હતા.
વિદ્યાર્થીઓના વાલીઓએ કર્યો હોબાળો
વિદ્યાર્થીઓના માધ્યમથી આ વાત વિદ્યાર્થીઓના વાલીઓ સુધી પહોંચી ગઈ. જે બાદ આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. વાલીઓએ હોબાળો કરીને માગ કરી કે આ અંગે તપાસ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે. જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ છે તેની સામે કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.
શિક્ષકની જવાબદારી વિદ્યાર્થીના ભવિષ્યને ઉજ્જવળ કરવાની હોય છે
ચાણક્ય એ કહ્યું હતું કે શિક્ષક કભી સામાન્ય નહીં હૌતા... પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ... પણ આ પ્રિન્સિપાલે તો શિક્ષકના પદની ગરીમા લજવી... જે પ્રિન્સિપાલની જવાબદારી છોકરાઓના સારા ભવિષ્યની હોય... વિદ્યાર્થીઓને સારા સંસ્કાર આપવાની હોય તેની જગ્યાએ શિક્ષક પોતાના વ્યક્તિગત સ્વાર્થને પૂરો કરવા પોતાની ભત્રીજીને પેપર આપી દેતો હતો.
જો આવનાર સમયમાં કેજીનું પેપર ફૂટે તો નવાઈ નહીં...
સવાલ અહીં એ છે કે આપણે આ ટેક્નોલોજીના યુગમાં કેટલા આગળ આવી ગયા છીએ. આપણે જબરદસ્ત રીતે આગળ વધી ગયા છીએ. પહેલા ક્લાસથ્રીના પેપર ફૂટતા હતા હવે આઠમા ધોરણના પેપરો ફૂટી રહ્યા છે... ટૂંક સમયમાં સમાચાર આવે કે કેજીનું પેપર ફૂટ્યું તો નવાઈ ના કહેવાય. બધુ જ શક્ય છે.