અચાનક જ 3-4 દિવસમાં લવ-જેહાદની 2 ઘટનાથી શું સંકેત?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-05 18:45:07



પહેલા ડીસાનો કથિત લવજેહાદનો કિસ્સો અને હવે જામનગરમાં હિંદૂ યુવતીના મુસ્લીમ યુવાન સાથે લગ્ન, હિંદુ સમાજનો દાવો કે લવ-જેહાદ ફેલાવાઈ રહ્યો છે અને અધિકારીઓ ધ્યાન નથી આપતા. એક હિંદુ યુવતીના મુસ્લીમ યુવાન સાથે લગ્ન જામનગર મેરેજ બ્યૂરો ખાતે થયા હતા. આ વાતની જાણ હિંદુ સેનાને થતાં તેઓ જામનગરના મેરેજ બ્યૂરો ગયા અને જવાબદાર અધિકારીઓને લગ્ન મામલે સવાલો કર્યા. 


શું હતી સમગ્ર ઘટના? 

જામનગર મેરેજ બ્યૂરો ખાતે હિંદુ યુવતી અને મુસ્લીમ યુવાનના લગ્ન થયા હતા. હિંદુ સેના પાસે સમગ્ર મામલે પહોંચતા સમાચારની ખરાઈ કરવા માટે હિંદુ સેના જામનગર મેરેજ બ્યૂરો ઓફિસ પહોંચ્યા હતા અને અધિકારીઓને લગ્ન મામલે સવાલ કર્યા હતા. મેરેજ બ્યૂરો ઓફિસમાં લગ્ન બાબતે પત્રકો મળ્યા પરંતુ તારીખ અને અમુક વિગતો નોટીસ બોર્ડ પર ના લખેલી હોવાથી અધિકારીઓ લવ-જેહાદને પ્રોત્સાહન આપતા હોવાના આક્ષેપ લગાવાયા હતા,  22 વર્ષના મલેક મહમ્મદ યુસુફ હુસૈનભાઈ નામના યુવકે 19 વર્ષની એક યુવતી સાથે લગ્ન કરવા માટે સ્પેશિયલ મેરેજ એક્ટમાં અપાતી ત્રણ મહિનાની નોટીસ આપીને નોંધણી કરાવી હતી, આ નોટિસ રજિસ્ટ્રાર ઓફિસના નોટિસ બોર્ડ પર લગાવાઈ હતી, જેમાં અમુક વિગતો ભરેલી ના હોવાથી જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે, "આ માત્ર કારકૂનની ભુલ ના કારણે બાકી રહી ગઈ છે, બાકી આવો કોઈ ઈરાદો નહોતો."



ક્યારે લવ-જેહાદ કર્યો કહેવાય?

ભારતના બંધારણની અનુસૂચિ 25થી 28 મુજબ ધર્મ સ્વતંત્રતા આપવામાં આવી છે. સ્વેચ્છાએ કોઈ પણ નાગરિક પોતાનું ધર્મ પરિવર્તન કરાવી શકે છે, પરંતુ બળજબરીથી ધર્માંતરણ રોકવા માટે લવ જેહાદનો કાયદો અનેક રાજ્યોમાં લાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ વર્ષ 2021માં ધર્મ સ્વતંત્રતા અધિનિયમમાં સુધારો કરતું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું જેને લવ જેહાદ કાયદો પણ કહેવાયો. બિલમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પોતાનું નામ છુપાવીને અથવા છોકરીને છેતરી-ફોસલાવીને લગ્ન કરે છે તો જ એને લવ-જેહાદ કહેવાશે, બાકી કરાતા દરેક આંતર ધર્મીય લગ્નો કાયદેસર રજિસ્ટર થઈ શકશે. ડીસાની ઘટનામાં છોકરીએ પોતાના પરિવારને કહીને બીજા ધર્મના વ્યક્તિ એઝાઝ શેખ સાથે લગ્ન કર્યા હોવાથી એના પર લવ-જેહાદનો કાયદો લાગવાની કોઈ સંભાવના નથી. હિંદુ યુવતી જો ધર્મ પરિવર્તન કરવા ના ઈચ્છે અને છતાં પણ યુવતીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે બળજબરી કરવામાં આવે તો તેમને 10 વર્ષની જેલનો પ્રાવધાન છે.  


કેમ લોકો ચૂંટણી સાથે ઘટનાને જોડી રહ્યા છે?

રાજ્યમાં અચાનક જ ત્રણ-ચાર દિવસમાં આવી બે ઘટનાઓ પ્રકાશમાં આવી અને એના પર ચર્ચાઓ થવા લાગી એ જોતા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે ડીસાની ઘટનામાં પણ લગ્નને ખાસો સમય થયો હતો તો કેમ છેક સુધી કોઈ આ વિષયે બોલ્યું નહીં, તો જામનગરની ઘટનામાં પણ આંતર-ધર્મીય લગ્ન પર થઈ રહેલી બબાલ આવનાર સમયમાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે એવું લાગી રહ્યું છે. જામનગરની હિંદુ સેનાએ સોમવારે મોટા સંખ્યામાં લોકો સાથે મળીને વિરોધ નોંધાવવાની જાહેરાત કરી દીધી છે. 





નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.