ઈઝરાઈલની રાજધાની યરૂશલમના બાહરી વિસ્તાર નેવે યાકોવમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. શુક્રવારે પૂજા સ્થળ પર ગોળીબારી કરવામાં આવી હતી જેમાં અંદાજીત સાત લોકોના મોત થયા છે જ્યારે દસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને પોલીસે આતંદીવાદી હુમલો ગણાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગોળીબારી કરનાર વ્યક્તિ ફિલિસ્તીની હતો અને પોલીસે હુમલાવરને મારી દીધો હતો.
અંધાધૂંધ ફાયરિંગમાં થયા સાત લોકોના મોત
વિદેશોથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. અમેરિકામાં અનેક વખત અંધાધૂંધ ફાયરિંગની ઘટનાઓને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે વધુ એક ફાયરિંગની ઘટના ઈઝરાઈલની રાજધાની યરુશલમમાં બની છે જ્યાં પૂજાસ્થળ પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી હતી. જેમાં અંદાજીત 7 લોકોના મોત થયા છે જ્યારે દસ જેટલા લોકો ઘાયલ થયા છે.
પોલીસે આ હુમલાને ગણાવ્યો આતંકી હુમલો
આ હુમલાને પોલીસે આતંકી હુમલો બતાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ફાયરિંગ શુક્રવારના રોજ થયો હતો. 21 વર્ષના હમલાવરે આ ફાયરિંગ કર્યું હતુ. હમલાવર પ્રાર્થના ખતમ કરવાની રાહ જોતો હતો. જ્યારે પ્રાર્થના પૂર્ણ કરી લોકો બહાર આવ્યા ત્યારે તેણે અંધાધૂંધ ફાયરિંગ કરવાની શરૂઆત કરી દીધી. મળતી માહિતી અનુસાર પોલીસે ફાયરિંગ કરનાર હમલાવરને મારી દીધો છે.