અમેરિકામાં સતત વધતી ફાયરિંગની ઘટના, ગોળીબારમાં થયા અનેક લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-01-17 12:06:29

અમેરિકામાં ફરી એક વખત ગોળીબાર થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. હુમલાવરે માર્ટિન લૂથર કિંગ દિવસની ઉજવણી કરતા લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પોલીસે આપેલી જાણકારી મુજબ આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે.  


12 કલાકમાં બની ત્રણ ફાયરિંગની ઘટના 

છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ફાયરિંગની ઘટના બની રહી છે. ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થઈ ગયા છે. ત્યારે 12 કલાકોમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનતા અમેરિકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ફાયરિંગની ઘટનાને રોકવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ તો પણ ગોળીબારની ઘટના સતત બની રહી છે.

फ्लोरिडा में मार्थिन लूथर किंग दिवस मना रहे लोगों पर गोलीबारी. (फोटो-wpbf)


8 લોકોના થયા મોત 

પ્રથમ ગોળીબારની ઘટનાની વાત કરીએ તો લોકો મોર્ટિન લૂથર કિંગ ડેની ઉજવણી કરતા હતા તે દરમિયાન ગોળીબાર કરવામાં આવી અને આ ઘટનામાં 8 લોકોના મોત થઈ ગયા છે. મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં સામેલ હતા. ફાયરિંગ થવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શેરિફ ઓફિસ તરફથી આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. ગોળીબાર કેમ કરવામાં આવી તેના કારણોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


ઘરમાં ઘૂસી કરાયો હુમલો 

ફાયરિંગની બીજી ઘટના કેલિફોર્નિયાના ગોશેનમાં બની હતી. ઘરમાં અંધાધૂત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘરમાં રહેતા 6 લોકોના મોત થઈ ગયા હતા. પોલીસ આ ગોળીબાર કોણે કર્યો તે અંગે તપાસ કરી રહી છે. તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનાને અંજામ આપવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. 


ફાયરિંગમાં 11 વર્ષીય બાળકનો ગયો જીવ  

ડલાસમાં પણ ગોળીબારની ઘટના બની હતી જેમાં 11 વર્ષીય માસુમનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર 14 વર્ષની છોકરીએ ઝઘડો થવાને કારણે ફાયરિંગ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. છોકરી ઝઘડો કરી રહેલા છોકરાને ગોળી મારવા ગઈ હતી પરંતુ ગોળી 11 વર્ષીય બાળકને વાગી ગઈ હતી. પોલીસે છોકરીને પોતાની ગિરફ્તમાં લઈ લીધી છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે