Gujaratમાં બ્રિજ તૂટવાની ઘટના સામાન્ય બની, છેલ્લા 3 વર્ષમાં તૂટ્યા આટલા બ્રિજ, બ્રિજના પાયા કરતા ભ્રષ્ટાચારના પાયા વધારે મજબૂત છે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-24 12:03:06

વિકાસ મોડલ તરીકે ગુજરાતને સમગ્ર દેશ તેમજ વિદેશમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. ગુજરાતને વિકાસનું મોડલ બનાવી દીધું છે. ગુજરાતમાં વિકાસના અનેક કાર્યો થયા છે તેની ના નહીં પરંતુ એક તરફ નવા બ્રિજો, નવા રસ્તાઓ બને છે નવી બિલ્ડીંગો બને છે તો બીજી તરફ અનેક બ્રિજો, રસ્તાઓ ધરાશાયી થાય છે.  ત્યારે ગઈકાલે પાલનપુરમાં એક નિર્માણાધીન બ્રીજ ધરાશાયી થયો હતો. સ્લેબ તૂટવાને કારણે ત્રણ લોકો કાટમાળની નીચે દટાયા હતા તેવી પ્રાથમિક હતી જે બાદ સમાચાર મળ્યા કે આ ઘટનામાં બે લોકોના મોત થઈ ગયા છે. પહેલા બ્રિજ બનીને તૂટી પડતા હતા ત્યારે હવે નિર્માણાધીન બ્રિજો ધરાશાયી થઈ રહ્યા છે જે એક ચિંતાનો વિષય છે.

છેલ્લા 3 વર્ષની અંદર 15 જેટલા બ્રિજ ધરાશાયી થયા!

ગુજરાતમાં બ્રિજ તૂટવાનો આ પહેલો કિસ્સો નથી પરંતુ અનેક બ્રિજો તૂટી પડ્યા છે. આ બ્રિજ તૂટવાને કારણે અનેક લોકોના મોત થયા છે. બ્રિજના નિર્માણ વખતે આચરવામાં આવતા ભ્રષ્ટાચારને કારણે આ દુર્ઘટના બનતી રહે છે તેવા આક્ષેપો અનેક વખત કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 3 વર્ષની અંદર 15 બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે. વર્ષ 2021થી વર્ષ 2023 દરમિયાન આ જગ્યાઓ પર બ્રિજ તૂટવાની ઘટના બની છે જેમાં અનેક લોકોના મોત થયા છે.


આ જગ્યાઓ પર બની પુલ તૂટવાની ઘટના 

વર્ષ 2021માં અમદાવાદના શાંતિપુરાના મુમતાપુરા બ્રિજ સાથે દુર્ઘટના સર્જાઈ, રાજકોટમાં આજી ડેમ ચોકડી ફ્લાયઓવરની દિવાલ ધરાશાયી થઈ, મહેસાણા બાય પાસ પાસે પોદાર સ્કૂલની બાજુનો બ્રિજ તૂટી પડ્યો. વર્ષ 2022માં રોજકોટના માધાપર ચોકડી બ્રિજ નજીક દુર્ઘટના સર્જાઈ છે. મોરબી પર બનેલો ઝુલતો બ્રિજ તૂટી પડ્યો જેમાં 135 લકોના મોત થઈ ગયા તે તો હજી લોકોને યાદ હશે. તે ઉપરાંત અમદાવાદના બોપલ રિંગ રોડ પર મુમતાપુરા બ્રિજ દુર્ઘટનાનો શિકાર બન્યો, લુણાવાડામાં હાંડોડ, ભરૂચમાં નાંદેલાવ બ્રિજ તૂટી પડ્યો. મહેસાણા ઊંઝા હાઈવે નજીક દુર્ઘટના સર્જાઈ, તે ઉપરાંત વડોદરા સિંઘરોટ બ્રિજ સાથે દુર્ઘટના સર્જાઈ છે. 2023માં પણ અનેક બ્રિજો સાથે દુર્ઘટના સર્જાઈ છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ તૂટી પડ્યો, રાજકોટમાં નાળા પરનો સ્લેબ તૂટી પડ્યો, જૂનાગઢના ધાંધુસરમાં જર્જરિત પુલ તૂટી પડ્યો. તે ઉપરાંત ગઈકાલે પાલનપુરમાં આરટીઓ નજીક બ્રિજના 6 સ્લેબ તૂટી પડ્યા છે. 


વર્ષ બદલાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં! 

આ તો થઈ 2021ની વાત પરંતુ આની પહેલા પણ અનેક બ્રિજ ભ્રષ્ટાચારનો શિકાર બન્યા છે. 2020માં રાજકોટ જિલ્લામાં આજીડેમ ચોકડી પાસે દુર્ઘટના સર્જાઈ છે. તે ઉપરાંત મહેસાણા જિલ્લામાં મહેસાણા બાયપાસ દુર્ઘટના સર્જાઈ છે. તે ઉપરાંત 2019માં રાજકોટમાં સટોડક ગામમાં બ્રિજ તૂટી પડ્યો છે. 2019માં સુરતમાં પીપોક ફ્લાયઓવર બ્રિજ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.  


નક્કર કાર્યવાહી નથી કરાતી જેને કારણે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે

ગુજરાતમાં બ્રિજ તૂટવાની ઘટના કોઈ પહેલી વાર નથી બની. છાશવારે આવી ઘટનાઓ બનતી રહે છે. ભ્રષ્ટાચારનો ભોગ  નિર્દોષ લોકોને બનવું પડે છે. અનેક લોકોના મોત આવી દુર્ધટનામાં થાય છે. આવી કોઈ દુર્ઘટના જ્યારે સર્જાય છે ત્યારે નામ પૂરતા તપાસના આદેશ આપવામાં આવે છે. તપાસના આદેશ આપ્યા બાદ જવાબદાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી એ પ્રશ્ન છે.. કડક કાર્યવાહી નથી કરવામાં આવતી જેને કારણે લોકોને ડર નથી બેસતો. તેઓ માને છે કે વધારેમાં વધારે આ લોકો શું કરી લેવાના? 


એવી કાર્યવાહી થવી જોઈએ જેને કારણે બીજા લોકોના મનમાં ડર બેસે

અનેક લોકોને એવું લાગે છે કે સિસ્ટમ તેમના પ્રમાણે ચાલે છે. તે લોકો જેમ કહેશે તે પ્રમાણે કામ થશે પરંતુ તે વાત ખોટી છે તેવા દાખલા બેસાડવા પડશે. એવા ઉદાહરણો આપણે પ્રસ્થાપિત કરવા પડશે જેને કારણે ભ્રષ્ટાચાર કરતા પહેલા લોકોના મનમાં ડર બેસે તેવા ઉદાહરણો નહીં બેસાડવામાં આવે ત્યાં સુધી ભ્રષ્ટાચાર કરતા લોકો નહીં રોકાય.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?