ગુજરાતના હવામાનમાં દેખાઈ વાવાઝોડાની અસર! અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ! જાણો અપડેટ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-13 09:00:30

બિપોરજોય વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ વિકરાળ રૂપ લઈ રહ્યું છે. અનુમાન અનુસાર 15 જૂન સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યારે વાવાઝોડાની અસર ગુજરાતના હવામાન પર દેખાઈ રહી છે. અનેક જિલ્લાઓમાં ભારે પવન વહી રહ્યો છે. તો ક્યાંક અનેક ઈંચ વરસાદ પણ ખાબકી ગયો છે. ચક્રવાતને પગલે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 100 જેટલા તાલુકામાં વાવાઝોડાને પગલે વરસાદ વરસ્યો હતો. 



વાવાઝોડાને કારણે અનેક ટ્રેનો કરાઈ રદ્દ

વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ જિલ્લામાં જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાને પગલે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અનેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે, જ્યારે અનેક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 અને 16 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ત્યારે વાવાઝોડાને કારણે ગુજરાતના 100 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માળીયાહાટીનામાં અંદાજીત દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો જ્યારે જૂનાગઢના કેશોદમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 


આ તારીખે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ!

વાવાઝોડાને પગલે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. દરિયાઓમાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે તેમજ અનેક દરિયાઓમાં કરંટ પણ જોવા મળ્યો હતો. 13 જૂનના રોજ ગાંધીનગર, અમદાવાદ અને આણંદ સહિત દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  .


ચક્રવાતને લઈ અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ કરાયું છે જાહેર 

ગુજરાત માટે 15 અને 16 જૂન મહત્વની માનવામાં આવી રહી છે. આ તારીખ દરમિયાન ત્રણ જિલ્લાઓ એટલે કે જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે સિવાય  હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જૂનના રોજ કચ્છમાં, દેવભૂમિ દ્વારકા,જામનગર સહિત અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ છે. જ્યારે મોરબી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. સાઈક્લોનને પગલે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ચક્રવાતને કારણે અનેક જગ્યાઓ પર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે. તેજ પવન ફૂંકાવવાને કારણે અનેક જગ્યાઓથી નુકસાનના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?