રાજ્યભરમાં ઉત્તરાયણને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણ નજીક આવતા પતંગ બજારમાં ચહલ-પહલ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં પતંગ ખરીદવા માટે લોકો આવી રહ્યા છે. પરંતુ આ વખતની પતંગ ચગાવું મોંઘુ પડી શકે છે. પતંગ તેમજ પતંગના દોરામાં ભાવવધારો જોવા મળી રહ્યો છે. અંદાજીત પતંગ તેમજ દોરામાં 20 ટકા સુધીનો ભાવવધારો થવાની સંભાવના દેખાઈ રહી છે.
પતંગની સાથે ફિરકી પણ થઈ મોંઘી
મોંઘવારી દિવસેને દિવસે વધી રહ્યો છે. દરેક વસ્તુમાં ભાવ વધારો ઝિંકાઈ રહ્યો છે. ભાવ વધતા અનેક ચીજ વસ્તુ મોંઘી થઈ છે. ત્યારે પતંગ તેમજ તેની દોરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પતંગ તેમજ દોરાના ભાવમાં વધારો આવતા પતંગ તેમજ દોરો મોંઘો થઈ ગયો છે. એક અંદાજ પ્રમાણે બોબીનના ભાવમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં દોરાના ભાવમાં બે વખત વધારો કરવામાં આવ્યો છે. દોરાના ભાવમાં વધારો થતા ફિરકી પણ મોંઘી થઈ છે. ફિરકીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
કાગળની રીમમાં તેમજ મજૂરીમાં પણ વધારો
પંતગના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. પતંગના 100 નંગદીઠ અને દોરાના બોબીનના ભાવમાં અંદાજીત 20 ટકાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધતા વેપારીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ વખતે ભાવ વધતા ઉત્તરાયણની ઉજવણી મોંઘી થઈ શકે છે. ઉપરાંત પતંગ બનાવાની મજૂરીમાં વધારો જોવા મળી રહ્યો છે. પતંગ બનાવામાં ઉપયોગી કાગળની રીમમાં પણ ભાવવધારો થયો છે.