Gujaratના અંતરિયાળ વિસ્તારો આજે પણ વિકાસ માટે ઝંખે છે, Sabarkanthaથી સામે આવ્યો વીડિયો જે જોઈને દયા આવી જશે.. જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-21 16:14:53

ગુજરાત રાજ્યને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. ગુજરાતમાં કરવામાં આવતા વિકાસના કામોનું ગુણગાન આખા દેશમાં ગવાય છે. ગુજરાત વિકાસનું પર્યાય બની ગયું હોય તેવી રીતે પ્રસ્થાપિત કરવામાં છે પરંતુ તે જ વિકસીત ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જે ગુજરાતમાં હોવા છતાંય વિકાસની ઝંખના કરે છે, વિકાસથી વંચિત છે. એક વીડિયો સાબરકાંઠાથી સામે આવ્યો છે જેમાં રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં લઈને જવું પડે છે. અંદાજીત ત્રણ કિલોમીટર સુધી ઝોળીમાં દર્દીને લઈ જવા પડે છે અને તે બાદ એમ્બ્યુલન્સ પાસે પહોંચાય છે. બે સાંસદો હોવા છતાંય રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચાડી શક્યા! રોડ બનાવવા માટે સ્થાનિકો ઉગ્ર માગ કરી રહ્યા છે.

રસ્તો ન હોવાને કારણે અનેક કિલોમીટર સુધી દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે!

ખરાબ રોડ રસ્તાની વાતો તો અનેક વખત કરી છે, રસ્તા પર ખાડા પડ્યા હોય અને લોકોને મુશ્કેલી પડી હોય તેવી વાતો પણ કરી છે. પરંતુ અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં રસ્તા જ નથી... પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. એક નહીં પરંતુ એવા અનેક અંતરિયાળ વિસ્તારો છે જે વિકાસ માટે ઝંખે છે. સારા નહીં પરંતુ માત્ર રસ્તા માટે ઝંખે છે. એક વીડિયો સામે આવ્યો છે જે સાબરકાંઠાનો છે. રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ નથી આવી શક્તી અને તેને કારણે અનેક કિલોમીટર સુધી દર્દીને ઝોળીમાં લઈ જવા પડે છે અને પછી એમ્બ્યુલન્સ સુધી પહોંચી શકે છે. દર્દીઓને એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે લોકોને બોલાવવા પડે છે.આવી ઘટના, આવા વીડિયો સાબરકાંઠાથી જ નહીં પરંતુ અનેક અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ આવી છે.   


સારા રસ્તા તો નહીં પરંતુ અંતરિયાળ વિસ્તારમાં તો રસ્તા જ નથી!

રસ્તા માટે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તેમનો અવાજ નથી સાંભળવામાં આવતો. તેમની રજૂઆતો પર ધ્યાન નથી આપવામાં આવતું. અંતરિયાળ વિસ્તારની દુર્દશા જોઈને થાય કે શું આવા અંતરિયાળ વિસ્તારોને સરકાર ગુજરાતમાં નથી ગણતી? આવા અંતરિયાળ વિસ્તાર શું ગુજરાતમાં નથી આવતા? અંતરિયાળ વિસ્તારમાં રહેતાલોકોને સારા રસ્તા મળે તેનો હક નથી? જ્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં વિકાસ બહુ મોટા પ્રમાણમાં થયો છે ત્યારે એક વખત આવા અંતરિયાળ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. ગુજરાતમાં વિકાસના કાર્યો થયા છે પરંતુ આવા અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. 


અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખે છે!

એવું કહેવામાં આવે છે કે ડબલ એન્જીન સરકાર છે, મતલબ કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. ડબલ એન્જીનની સરકાર હોવાને કારણે વિકાસના કામો ઝડપી થાય છે પરંતુ આવા અંતરિયાળ વિસ્તારમાં આજે પણ વિકાસ નથી પહોંચ્યો. અંતરિયાળ વિસ્તારમાં રસ્તા જલ્દી બને તેવી આશા...  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?